+

IMF એ ભારતની આર્થિક વૃદ્ધિ અનુમાન વધાર્યું, વૃદ્ધિ દર 7 ટકા રહેવાની ધારણા…

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ભારતના આર્થિક વિકાસ અનુમાનમાં વધારો કર્યો છે અને તે 7 ટકા સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે. IMF દ્વારા જાહેર કરવામાં આવેલા આર્થિક વિકાસ દરના ડેટામાં…

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ભારતના આર્થિક વિકાસ અનુમાનમાં વધારો કર્યો છે અને તે 7 ટકા સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે. IMF દ્વારા જાહેર કરવામાં આવેલા આર્થિક વિકાસ દરના ડેટામાં ભારતનો વિકાસ દર આગળ વધી રહ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

6.8 ટકાથી 7 ટકા…

મોનેટરી ફંડના તાજેતરના અનુમાન મુજબ હવે ભારતનો આર્થિક વિકાસ દર સાત ટકા રહેવાની ધારણા છે. જે એપ્રિલના અંદાજિત 6.8 ટકા કરતાં વધુ છે. જોકે, મોનેટરી ફંડે એમ પણ કહ્યું હતું કે વધતી કિંમતો સામે વિશ્વભરમાં પ્રગતિ ધીમી પડી છે. તેનું કારણ હવાઈ મુસાફરીથી લઈને રેસ્ટોરાંમાં ખાવા-પીવા સુધીની સેવાઓની મોંઘવારી છે.

વિશ્વ અર્થતંત્રની સ્થિતિ…

IMF એ મંગળવારે કહ્યું કે, તે હજુ પણ આ વર્ષે વિશ્વ અર્થતંત્ર 3.2 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે. આ એપ્રિલમાં આપવામાં આવેલા તેના અગાઉના અંદાજ સમાન છે. જ્યારે તે 2023 માં 3.3 ટકાની વૃદ્ધિ કરતા ઓછો છે. 2000 થી 2019 સુધી, વૈશ્વિક વૃદ્ધિ દર વર્ષે સરેરાશ 3.8 ટકા હતી, જે રોગચાળા પહેલા વધેલી આર્થિક પ્રવૃત્તિને કારણે છે.

ચીન અને ભારતનો હિસ્સો લગભગ અડધો હશે…

વિશ્વના આર્થિક પરિદ્રશ્યના તાજેતરના ડેટા સાથે, IMF ના મુખ્ય અર્થશાસ્ત્રી પિયર-ઓલિવિયર ગૌરીનચાસે લખ્યું છે કે આ વર્ષે વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં ચીન અને ભારતનો હિસ્સો લગભગ અડધો રહેશે. આનું કારણ 2024 માં ચીનની નિકાસમાં વધારો થયો છે. IMF એ આ વર્ષે ચીન માટે તેની વૃદ્ધિનું અનુમાન વધારીને 5.0 ટકા કર્યું છે. જ્યારે એપ્રિલમાં તે 4.6 ટકા હતો. જો કે, 2023 માં આ 5.2 ટકા કરતાં પણ ઓછો છે.

આ પણ વાંચો : NITI Aayog ની નવી ટીમનું ગઠન, PM મોદી જ રહેશે અધ્યક્ષ…

આ પણ વાંચો : MP : મંગળસૂત્ર ગીરવે મૂકી સારવાર કરાવી, તો પણ હોસ્પિટલે કર્યું એવું કે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન…

આ પણ વાંચો : Andhra Pradesh સરકારની મોટી જાહેરાત, મહિલાઓ માટે મફત બસ સેવાઓ થશે શરૂ…

Whatsapp share
facebook twitter