+

હવાઈ મુસાફરી હવે થઈ શકે છે સસ્તી, Jet Fuel ના ભાવમાં ઘટાડો….

દેશના લોકો મોંઘી હવાઈ મુસાફરીનો સામનો કરી રહ્યા હતા, પરંતુ આગામી દિવસોમાં રાહત જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ ઓઈલ કંપનીઓએ સતત ત્રીજા મહિને Jet Fuel ની કિંમતમાં ઘટાડો…

દેશના લોકો મોંઘી હવાઈ મુસાફરીનો સામનો કરી રહ્યા હતા, પરંતુ આગામી દિવસોમાં રાહત જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ ઓઈલ કંપનીઓએ સતત ત્રીજા મહિને Jet Fuel ની કિંમતમાં ઘટાડો કર્યો છે. નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં Jet Fuel ની કિંમતમાં લગભગ 14 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે માત્ર 1 જાન્યુઆરીએ જ ઓઈલ કંપનીઓએ જેટ ઈંધણના ભાવમાં લગભગ 4 ટકાનો ઘટાડો કર્યો છે.

કોલકાતામાં Jet Fuel ની કિંમત 1,10,962.83 રૂપિયા

IOCLની વેબસાઈટ અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં જેટ ઈંધણની કિંમતમાં લગભગ 4 ટકા એટલે કે 4,162.5 રૂપિયા પ્રતિ કિલોલીટરનો ઘટાડો થયો છે. જે બાદ દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમત ઘટીને 1,01,993.17 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. તે જ સમયે, કોલકાતામાં Jet Fuel ની કિંમત 1,10,962.83 રૂપિયા પ્રતિ કિલોલીટર છે, મુંબઈમાં તે 95,372.43 રૂપિયા પ્રતિ કિલોલીટર છે અને ચેન્નાઈમાં જેટ ઈંધણની કિંમત 1,06,042.99 રૂપિયા પ્રતિ કિલોલીટર છે.

ત્રણ મહિનામાં Jet Fuel ની કિંમતમાં મોટો ઘટાડો 

બીજી તરફ ત્રણ મહિનામાં જેટ ફ્યુઅલની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. જેટ ફ્યુઅલના ભાવમાં છેલ્લો વધારો ઓક્ટોબર મહિનામાં જોવા મળ્યો હતો અને દિલ્હીમાં જેટ ઈંધણની કિંમત ઘટીને 1,18,199.17 રૂપિયા થઈ ગઈ હતી. નવેમ્બર મહિનામાં 5.79 ટકાનો ઘટાડો એટલે કે રૂ. 6,854.25 જોવા મળ્યો હતો અને ભાવ ઘટીને રૂ. 1,11,344.92 થયો હતો.

દિલ્હીમાં Jet Fuel ની કિંમતમાં 4.66 ટકા 

તે પછી, ડિસેમ્બર મહિનામાં પણ દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમતમાં 4.66 ટકા એટલે કે 5,189.25 રૂપિયા પ્રતિ કિલોલીટરનો ઘટાડો જોવા મળ્યો હતો અને કિંમત ઘટીને 1,06,155.67 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ હતી. આનો અર્થ એ થયો કે ત્રણ મહિનામાં જેટ ફ્યુઅલની કિંમતમાં લગભગ 14 ટકા એટલે કે 16,206 રૂપિયા પ્રતિ કિલોલિટરનો ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો – 100 રૂપિયાનું રોકાણ કરી 4 કરોડ રૂપિયાનું Fund બનાવી શકો…

આ પણ વાંચો – શું 1 જાન્યુઆરીએ બેંકો અને શેરબજાર બંધ રહેશે? અહીં દૂર કરો મૂંઝવણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ.

Whatsapp share
facebook twitter