+

ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર બદલવાની વાત વચ્ચે RBIની સ્પષ્ટતા, આ વાત ખોટી

સોમવારે સવારમાં એવી વાત સામે આવી હતી કે આઝાદી બાદ સૌપ્રથમ વખત આરબીઆઇ દ્વારા ચલણી નોટોમાં મોટો ફેરફરા થવાનો છે. જેમાં મહાત્મા ગાંધી સિવાય અન્ય લોકોની તસવીરો પણ પ્રિન્ટ કરવામાં આવશે. ત્યારે આરબીઆઇ દ્વરા હવે આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે. આરબીાઇએ કહ્યું કે આ વાત ખોટી છે. દેશની ચલણી નોટોમાં રહેલી મહાત્મા ગાંધીની તસવીર બદલવા અગે કોઇ વિચારણા નથી ચાલતી.ઉલ્લેખનીય છે કે સોમવારે જોતજà
સોમવારે સવારમાં એવી વાત સામે આવી હતી કે આઝાદી બાદ સૌપ્રથમ વખત આરબીઆઇ દ્વારા ચલણી નોટોમાં મોટો ફેરફરા થવાનો છે. જેમાં મહાત્મા ગાંધી સિવાય અન્ય લોકોની તસવીરો પણ પ્રિન્ટ કરવામાં આવશે. ત્યારે આરબીઆઇ દ્વરા હવે આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે. આરબીાઇએ કહ્યું કે આ વાત ખોટી છે. દેશની ચલણી નોટોમાં રહેલી મહાત્મા ગાંધીની તસવીર બદલવા અગે કોઇ વિચારણા નથી ચાલતી.
ઉલ્લેખનીય છે કે સોમવારે જોતજોતામાં આ વાત સમાચાર બની ગઇ હતા કે ભારતીય રિઝર્વ બેંક ચલણી નોટમાં મહાત્મા ગાંધીની સાથે અન્ય મહાન લોકોની તસવીરો પણ પ્રિન્ટ કરશે. હવે આરબીઆઇની સ્પષ્ટતા બાદ આ વાત અફવા સાબિત થઇ છે. આરબીાઇએ કહ્યું કે મીડિયામાં કેટલીક જગ્યાએ એવા અહેવાલો છે કે ભારતીય રિઝર્વ બેંક વર્તમાન ચલણ અને નોટોમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તે મહાત્મા ગાંધીના ચહેરાને અન્ય લોકો સાથે બદલવા પર વિચાર કરી રહી છે. રિઝર્વ બેંકમાં આવી કોઈ દરખાસ્ત અસ્તિત્વમાં નથી. કેન્દ્રીય બેંકે સોમવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ જાણકારી આપી છે.
આરબીઆઇએ શા માટે સ્પષ્ટતા કરવી પડી?
સોમાવરે એવા સમાચાર સામે આવ્યા હતા કે કે ભારતીય રિઝર્વ બેંક પ્રથમ વખત ચલણ પર રવીન્દ્રનાથ ટાગોર અને ડૉ. એપીજે અબ્દુલ કલામની તસવીરો લગાવવાની તૈયારી કરી રહી છે. એવું કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધી ભારતીય ચલણ પર માત્ર મહાત્મા ગાંધીની તસવીર જ જોવા મળી છે, પરંતુ ટૂંક સમયમાં જ દેશના અન્ય મહાપુરુષોનો ફોટો પણ નોટો પર જોવા મળશે.
રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું હતું?
ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે નોટમાં આ ફેરફાર લાવવા માટે નાણા મંત્રાલય અને આરબીઆઈ ટૂંક સમયમાં મોટું પગલું લઈ શકે છે. જેનો ડ્રાફ્ટ બે સેટમાં તૈયાર કરવામાં આવ્યો છે, જેને આઈઆઈટી દિલ્હીના એમેરિટસ પ્રોફેસર દિલીપ ટી શાહાનીને મોકલવામાં આવ્યો છે. પ્રોફેસર સાહનીને આમાંથી એક સેટ પસંદ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, આરબીઆઈ હેઠળ કામ કરતી સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામની વોટરમાર્કવાળી તસવીરોના બે સેટ પ્રોફેસર સાહનીને મોકલવામાં આવ્યા હતા. તેમને બેમાંથી એક સેટ પસંદ કરીને સરકારને મોકલવાનું કહેવામાં આવ્યું હતું.
Whatsapp share
facebook twitter