Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વડોદરાની આ બેંકમાંથી તમે હવે આટલા જ રુપિયા ઉપાડી શકશો

11:05 PM Apr 14, 2023 | Vipul Pandya

  • ડભોઈની શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્ક પર 6 મહિના માટે નિયંત્રણો લદાયાં 
  • આર્થિક સ્થિતિ નબળી થતાં RBIએ નોટિસ ફટકારી 
  • વડોદરામાં સુલતાનપુરામાં આવેલ શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્ક પર ખાતેદારોની ભીડ ભેગી થઈ 
  • ખાતેદારો પોતાના નાણાં લેવા બેંક પર દોડી આવ્યા 
  • RBIની સ્પષ્ટતા બેંકની આર્થિક હાલતમાં સુધારો નહીં આવે ત્યાં સુધી જ આ નિયંત્રણો રહેશે
ડભોઈ (Dabhoi)ની શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્ક (Mahalakshmi Mercantile Bank) પર 6 મહિના માટે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. બેંકની  આર્થિક સ્થિતિ નબળી થતાં RBIએ નોટિસ ફટકારી છે જેના પગલે ખાતેદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બેંકની શાખાઓ પર પૈસા ઉપાડવા માટે ખાતેદારોની ભીડ જોવા મળી રહી છે. જો કે નિયંત્રણો મુજબ ખાતેદાર માત્ર પોતાના ખાતામાંથી જ માત્ર 20 હજાર રુપિયા જ ઉપાડી શકશે.

મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્ક પર 6 મહિના માટે નિયંત્રણો
ડભોઈની શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્ક પર 6 મહિના માટે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. બેંકની  આર્થિક સ્થિતિ નબળી થતાં RBIએ નોટિસ ફટકારી છે. વડોદરામાં સુલતાનપુરામાં આવેલ શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્ક પર ખાતેદારોની ભીડ ભેગી થઈ ગઇ હતી. બેંકની આર્થિક સ્થિતી નબળી પડી હોવાના સમાચાર વાયુવેગે ફેલાઇ જતાં ગ્રાહકોમાં દોડધામ થઇ ગઇ હતી અને પોતાના પરસેવાની મૂડી પરત મેળવવા ગ્રાહકો બેંકમાં ધસી આવ્યા છે. 

બેંકની આર્થિક હાલતમાં સુધારો નહીં આવે ત્યાં સુધી જ આ નિયંત્રણો
સમગ્ર મામલે  RBIએ સ્પષ્ટતા કરી છે કે  બેંકની આર્થિક હાલતમાં સુધારો નહીં આવે ત્યાં સુધી જ આ નિયંત્રણો રહેશે. બેંક સામે બેન્કિંગ નિયંત્રક ધારા, 1949 હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ છે. સુત્રોએ કહ્યું કે આ અંગેની નોટિસ 2 માર્ચે જાહેર કરાઈ હતી.

 20 હજાર રુપિયા જ ઉપાડી શકશે
બેંક પર લદાયેલા નિયંત્રણો મુજબ ખાતેદાર કે અન્ય વ્યક્તિ બેંકમાંથી માત્ર 20 હજાર રુપિયા જ ઉપાડી શકશે. આ ઉપરાંત  હવેથી બેંક કોઈ લોન ને મંજૂરી આપી શકશે નહીં કે તેને રિવ્યુ કરી શકશે નહીં તથા નવું રોકાણ પણ નહીં કરી શકે.

ગ્રાહકોમાં ભારે ચિંતા
બેંકની આર્થિક સ્થિતી નબળી થઇ હોવાના સમાચાર ફરી વળતાં ગ્રાહકોમાં ભારે ચિંતા જોવા મળી હતી. ગ્રાહકો પોતાની મહેનતના પૈસા પરત મેળવવા માટે બેંકમાં દોડી આવ્યા હતા. મહિલા ખાતેદારોની આંખમાં તો આંસુ જોવા મળ્યા હતા. 
આ પણ વાંચો—વડોદરાની MSUમાં કોન્સર્ટમાં ગૂંગળામણ, 20થી વધુ વિદ્યાર્થી બેભાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.