Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજોરીમાં શહીદ થયેલા રવિકુમારના ડિસેમ્બરમાં હતા લગ્ન, ઘરમાં ચાલી રહી હતી લગ્નની તૈયારીઓ

12:16 PM Sep 14, 2023 | Vishal Dave
રાજોરીમાં મંગળવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં કિશ્તવાડના રાઈફલમેન રવિ કુમારે શહીદી વ્હોરી… અઢી મહિના પછી ડિસેમ્બર માસમાં રવિકુમારના લગ્ન થવાના હતા.. ઘરમાં લગ્નની તૈયારીઓ થઇ રહી હતી, પરંતુ હવે પરિવાર પોતાના આ લાડકવાયાને અંતિમ વિદાય આપશે. હવે દરેક આંખ શહીદીના સમાચારથી ભીની છે. જોકે, બુધવારે શહીદના અંતિમ સંસ્કાર થઈ શક્યા ન હતા. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ ન હતી. આ કારણે શહીદનો પાર્થિવ દે ગામમાં પહોંચી શક્યો ન હતો. આ પછી સેના રોડ માર્ગે રવાના થઈ ગઈ. આજે સૈન્ય સન્માન સાથે શહીદને અંતિમ વિદાય આપવામાં આવશે.
કિશ્તવાડના પંચાયત ત્રિગામના ગામ વાસનોતી કાલીગઢના રહેવાસી રવિ કુમાર આર્મીના 63 આરઆરમાં તૈનાત હતા. 22 ફેબ્રુઆરી 1997ના રોજ જન્મેલા રવિ કુમાર 2016માં આર્મીમાં જોડાયા હતા. પિતા સુભાષ ચંદ્રાએ જણાવ્યું કે રવિ રજાઓ પુરી કરીને 28 ઓગસ્ટે રાજોરી જવા પરત ફર્યો હતો. 29મી ઓગસ્ટના રોજ ડ્યૂટી ફરીથી જોઇન કરી હતી..  કોને ખબર હતી કે દીકરો છેલ્લી વાર રજા પર આવ્યો હતો. હવે તે તિરંગામાં લપેટાઈને ઘરે આવશે. તેમણે ભીની આંખે કહ્યું કે તેઓ પુત્રના લગ્નની તૈયારી કરી રહ્યા હતા પરંતુ હવે તેને અંતિમ વિદાય આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે રવિ નાનપણથી જ આશાસ્પદ હતો. તે નાનો હતો ત્યારથી સેનામાં જોડાઈને દેશની સેવા કરવાની વાત કરતો હતો. તેની વિદાય થી દુઃખ થયું, પરંતુ ગર્વ પણ છે કે તેમનો પુત્ર દેશ માટે ઉપયોગી થયો છે. શહીદના મિત્રોએ જણાવ્યું હતું કે રવિ પ્રામાણિક અને સમજુ વ્યક્તિ હતો.
લગ્ન 3 અને 4 ડિસેમ્બરના રોજ હતા
પિતા સુભાષ ચંદ્રાએ જણાવ્યું કે રવિ કુમારના લગ્ન 4 ડિસેમ્બરના રોજ નક્કી કર્યા હતા. સરથલ વિસ્તારના ગામમાં સંબંધ નક્કી થયો હતો. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ, કુદરતના મનમાં કંઈક બીજું હતું. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.
11 વાગ્યાથી લોકો હેલિપેડ પર પહોંચી ગયા હતા
બુધવારે શહીદના પાર્થિવ દેહ ગામમાં પહોંચવાના સમાચાર મળતાં જ સવારના 11 વાગ્યાથી જ લોકો હેલિપેડ પર પહોંચી ગયા હતા. બાદમાં સમાચાર મળ્યા કે વરસાદના કારણે મૃતદેહ રોડ માર્ગે લાવવામાં આવી રહ્યો છે. આજે રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.