Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રથયાત્રા 2023 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરીને મહા આરતી ઉતારી

08:22 PM Jun 19, 2023 | Dhruv Parmar

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આવતીકાલે નીકળશે. ત્યારે આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જમાલપુર જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી દ્વારા ભગવાન જગન્નાથજીને હાર પહેરાવ્યો હતો ત્યારબાદ ભગવાનની મહા આરતી ઉતારી હતી.

US જતા પહેલા PM મોદીએ અમદાવાદમાં એક ભેટ મોકલી છે. હાલ ભગવાન જગન્નાથના 146મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભગવાનની નગરચર્યાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ ભગવાન જગન્નાથ અને તેમની રથાયાત્રા સાથે ખાસ સંબંધ રહેલો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ PM મોદીએ રથયાત્રા નિમિતે પ્રસાદ મોકલ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં આરતી અને દર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે, લોકોનો ઉત્સાહ ટકી રહે તેના માટે ભગવાનની ચરણોમાં પ્રાર્થના કરી છે. ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ અને ઝીરો કેજઝલટી સાથે પસાર થઇ ગયું છે. નાના-મોટા નુકસાન અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે બાદ પેકેજ જાહેર કરવામાં આવશે. તે સિવાય તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં એક ટીમ થઇ કામ કર્યું તેનું પરિણામ દેખાયું છે.

તમને જણાવી દઈએ કે, આવતી કાલે રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.

રથયાત્રામાં પ્રથમ વખત ટેધર્ડ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આ ડ્રોન સ્ટેટ પોલીસમાં માત્ર ગુજરાત પોલીસ પાસે જ છે. આ ડ્રોન વડે આ વર્ષે રથયાત્રાનું મોનિટરિંગ કરી શકાશે. આ ડ્રોન વાયરથી કનેક્ટ છે. જ્યારે ઉડશે ત્યારે વાયર સાથે ઉડશે. આ ડ્રોન દ્વારા 3 કિમી સુધીના ફૂટેજ મેળવીને નિરીક્ષણ કરી શકાશે. આ ડ્રોન સતત 10 કલાક કરતા વધુ સમય ઉડી શકશે. આ ડ્રોનને જ્યારે પાવર ના મળે ત્યારે બેટરી બેકઅપ દ્વારા પણ 4 કલાક જેટલો સમય ઉડી શકશે.

આ રૂટ પર રથયાત્રા નીકળશે

  • સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ
  • સવારે 9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
  • સવારે 9.45 વાગ્યે- રાયપુર ચકલા
  • સવારે 10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા
  • સવારે 11.15 વાગ્યે-કાલુપુર સર્કલ
  • બપોરે 12 વાગ્યે-સરસપુર
  • બપોરે 1.30 વાગ્યે-સરસપુરથી પરત
  • બપોરે 2 વાગ્યે-કાલુપુર સર્કલ
  • બપોરે 2.30 વાગ્યે-પ્રેમ દરવાજા
  • બપોરે 3.15 વાગ્યે-દિલ્હી ચકલા
  • બપોરે 3.45 વાગ્યે-શાહપુર દરવાજા
  • બપોરે 4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ
  • સાંજે 5 વાગ્યે-ઘી કાંટા
  • સાંજે 5.45 વાગ્યે-પાનકોર નાકા
  • સાંજે 6.30 વાગ્યે-માણેકચોક
  • રાત્રે 8.30 વાગ્યે-નિજ મંદિર પરત

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં શું મોકલી ભેટ ?