Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રતન ટાટાએ વરિષ્ઠ નાગરિકોની એકલતા દૂર કરવા માટે સ્ટાર્ટઅપ ગુડફેલોમાં રોકાણની જાહેરાત કરી

03:38 AM Apr 17, 2023 | Vipul Pandya

ભારતના ટોપના ઉદ્યોગપતિ રતન ટાટાએ વરિષ્ઠ નાગરિકો માટે ભારતનું પ્રથમ કમ્પેનિયનશિપ સ્ટાર્ટઅપ લોન્ચ કર્યું  છે. જો કે, હજુ સુધી રોકાણની રકમ જાહેર કરવામાં આવી નથી. ટાટા ગ્રુપમાંથી નિવૃત્ત થયા બાદ રતન ટાટા સ્ટાર્ટઅપના સતત સમર્થક રહ્યા છે. અત્યાર સુધીમાં 50 થી વધુ કંપનીઓમાં રોકાણ કર્યું છે. આ નવા સ્ટાર્ટઅપ ગુડફેલોની સ્થાપના શાંતનુ નાયડુ દ્વારા કરવામાં આવી છે. નાયડુ, 25, કોર્નેલ યુનિવર્સિટીના સ્નાતક, ટાટાની ઓફિસમાં જનરલ મેનેજર છે અને 2018 થી તેમના સહાયક છે.

વિશ્વમાં એકલતા અનુભવતા 15 મિલિયન વૃદ્ધ લોકો
84 વર્ષીય ટાટા, પોતે અપરિણીત છે, તેમણે કહ્યું, “જ્યાં સુધી તમે કોઈની સાથે સમય વિતાવવાની આશામાં એકલા ન રહો ત્યાં સુધી તમે જાણતા નથી કે એકલા રહેવું કેવું છે.” સારા સ્વભાવનો જીવનસાથી શોધવો એ પણ એક પડકાર છે.’ નાયડુએ ટાટાને બોસ, માર્ગદર્શક અને મિત્ર તરીકે સંબોધ્યા છે. શાંતનુએ કહ્યું, વિશ્વમાં 15 મિલિયન વૃદ્ધ લોકો વસે છે, જેઓ હાલમાં એકલા છે.

સર્વિસ એક મહિના માટે ફ્રી
સ્ટાર્ટઅપ ગુડફેલો યુવા સ્નાતકોને સાથી વરિષ્ઠ નાગરિકોને સેવા કરવા માટે રાખે છે. સામાન્ય રીતે તે અઠવાડિયામાં ત્રણ વખત ક્લાયંટની મુલાકાત લે છે અને ચાર કલાક તેમની સાથે રહે છે. આ સર્વિસ એક મહિના માટે ફ્રી રહેશે. એક  ત્યારબાદ ગુડફેલો રૂ. 5,000 ની માસિક ફી આપવાની રહશે.
ગુડફેલો સેવા હાલમાં મુંબઈમાં કાર્યરત છે
ગુડફેલોની આ સબ્સ્ક્રિપ્શન આધારિત સેવા હાલમાં મુંબઈમાં કાર્યરત છે. અહીં તે 20 વડીલો સાથે કામ કરી રહી છે. પરંતુ ટૂંક સમયમાં તે બેંગ્લોર સહિત અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે. લગભગ 140 કરોડની વસ્તીવાળા દેશમાં દરેક સેકન્ડ ભારતીયની ઉંમર 25 વર્ષથી વધુ થઇરહી છે. એકલા ભારતમાં  1.5 મિલિયનથી વધુ વૃદ્ધ ભારતીયો એકલા રહે છે, કાં તો કોઈ પરિવાર નથી અથવા તો તેમના બાળકો વિદેશમાં સેટલ છે. આવી સ્થિતિમાં આ વૃદ્ધોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત પડકારોનો સામનો કરવો પડે છે.
ગુડફેલોનું બિઝનેસ મોડલ શું છે
ગુડફેલોનું બિઝનેસ મોડલ ફ્રીમિયમ સબસ્ક્રિપ્શન મોડલ છે. વૃદ્ધો માટે આ સેવા પ્રથમ મહિનો મફત છે. ત્યારબાદ બીજા મહિનાથી નોમિનલ ચાર્જીસ આપવાના રહેશે, જે સિનિયર સિટિઝનની આર્થિક મર્યાદિત ક્ષમતાના આધારે નક્કી કરવામાં આવે છે.

સ્ટાર્ટઅપ અંતર્ગત યુવા સ્નાતકો, ‘ગુડફેલો’ની નિમણૂક કરે છે
સ્ટાર્ટઅપે જણાવ્યું હતું કે ભારતમાં 15 કરોડ વૃદ્ધ લોકો એકલા જીવી રહ્યા છે, કાં તો જીવનસાથીની ખોટને કારણે અથવા અનિવાર્ય કામના કારણોસર પરિવારો દૂર છે. ગુડફેલો તેમના માટે કંઈક અર્થપૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. વરિષ્ઠ નાગરિકો માટેની આ યોજનામાં ગુડફેલો વૃદ્ધોની એકલતા દૂર કરશે, ટાટા કંપની શાંતનુ નાયડુના આ સ્ટાર્ટઅપ માટે ફડીંગ કરશે. સ્ટાર્ટઅપ અંતર્ગત યુવા સ્નાતકો, ‘ગુડફેલો’ની નિમણૂક કરે છે, જેઓ વરિષ્ઠ નાગરિકોને તેમના રોજીંદા કામમાં મદદ મદદ કરે છે અને સાથે જ તેમને કંપની આપે છે. કોર્નેલ યુનિવર્સિટીના MBA, શાંતનુ નાયડુએ ગુડફેલો સ્ટાર્ટઅપની સ્થાપના કરી. 28 વર્ષીય મિસ્ટર ટાટાની ઓફિસમાં જનરલ મેનેજર છે અને ટાટા ગ્રુપમાં કામ કરનાર તેમના પરિવારની પાંચમી પેઢી છે.

સાથીદારીનો અર્થ જુદા જુદા લોકો માટે જુદી જુદી વસ્તુઓ છે
શાંતનુ નાયડુએ જણાવ્યું હતું કે “સ્ટાર્ટ-અપ એ વાત પર ભાર મૂકે છે કે વડીલોને ન માત્ર સાથીદારની જરુર હોય છે. જે ન માત્ર તેમની દેખરેખ રાખે પરંતુ એક સારા મિત્ર બનીને રહે, તેથી જ આ સ્ટાર્ટઅપમાં સાથીદારીનો અર્થ જુદા જુદા લોકો માટે જુદી જુદી વસ્તુઓ છે. કેટલાક માટે, તેનો અર્થ મૂવી જોવી, ભૂતકાળની વાતો વાગોળવી, ફરવા જવું અથવા સાથે બેસીને શાંતિથી વાતોકરવી થાય છે આ એપમાં તમામ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. 
 
સિનિયર સિટીઝન માટે પ્રવાસ સાથી ઓફર કરવાની યોજના
આ ફડીંગ વિશે વાત કરતા, ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટાએ જણાવ્યું હતું કે “ગુડફેલો દ્વારા બનાવવામાં આવેલ બે પેઢીઓ વચ્ચેના બોન્ડ્સ ખૂબ જ અર્થપૂર્ણ છે અને ભારતમાં એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાને ઉકેલવામાં મદદ કરી રહ્યા છે. મને આશા છે કે રોકાણ ગુડફેલોની યુવા ટીમના વિકાસમાં મદદ કરશે. “ભવિષ્યમાં, ગુડફેલો સુરક્ષા અથવા કંપનીના અભાવે ફરવા ન જઇ શક્યા હોય તેવા  સિનિયર સિટીઝન માટે પ્રવાસ સાથી ઓફર કરવાની યોજના બનાવે છે, સાથે જ દિવ્યાંગ કે અસશક્ત લોકોને પમ ભવિષ્યમાં સેવાઓ આપવમાં આવશે.