+

Indian Player વિરુદ્ધ નોંધાયો દુષ્કર્મનો કેસ

બેંગલુરુંની એક યુવતીએ ભારતીય ખેલાડી (Indian Player) પર 5 વર્ષ સુધી દુષ્કર્મ (Rape) કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ ખેલાડી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ ખેલાડી હોકી…

બેંગલુરુંની એક યુવતીએ ભારતીય ખેલાડી (Indian Player) પર 5 વર્ષ સુધી દુષ્કર્મ (Rape) કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ ખેલાડી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ ખેલાડી હોકી ટીમ (Hockey Team) નો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 22 વર્ષની એક યુવતીએ કહ્યું કે હોકી ટીમનો આ ખેલાડી જેનું નામ વરુણ કુમાર (Varun Kumar) છે તેણે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તેણે છેલ્લા 5 વર્ષમાં ઘણી વખત તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ભારતીય હોકી ટીમ (Indian Hockey Team) ના ડિફેન્ડર વરુણ કુમાર વિરુદ્ધ જ્ઞાનભારતી પોલીસ સ્ટેશન (Jnanabharathi Police Station) માં FIR દાખલ કરવામાં આવી છે.

Case registered against this player of Team India for rape of a minor

Source : Google

ભારતીય ખેલાડી વિરુદ્ધ દુષ્કર્મનો કેસ

ભારતીય ખેલાડીઓને જોઇ આપણા દેશના કરોડો લોકો પ્રેરિત થતા હોય છે. ત્યારે હવે ભારતીય હોકી ટીમ (Indian Hockey Team) ના ખેલાડી વિરુદ્ધ દુષ્કર્મનો કેસ (Rape Case) દાખલ થયા બાદ સૌ કોઇ ચોંકી ગયા છે.એક યુવતીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, તેણે છેલ્લા 5 વર્ષમાં યુવતી સાથે લગ્ન કરવાના બહાને ઘણી વખત દુષ્કર્મ (Rape) ગુજાર્યો હતો. યુવતીએ કહ્યું કે, તેઓ વર્ષ 2019 થી એકબીજા ઓળખે છે. બંને સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ (Instagram) દ્વારા એકબીજાને ઓળખતા થયા હતા. તે સમયે તે માત્ર 17 વર્ષની હતી. તે સમય દરમિયાન, વરુણ SAIમાં તાલીમ લઈ રહ્યો હતો, જ્યારે તેની સાથે પ્રથમ વખત દુષ્કર્મ થયો હતો. યુવતીનો આરોપ છે કે આ પછી જ્યારે પણ વરુણ બેંગલુરુંના SAI સ્ટેડિયમમાં મેચ રમવા આવતો ત્યારે તેની સાથે શારીરિક સંબંધ (Physical Relationship) બાંધતો હતો. જોકે, પીડિતાની ફરિયાદના આધારે વરુણ કુમાર (Varun Kumar) વિરુદ્ધ જ્ઞાનભારતી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીઓ (Police Officers) નું કહેવું છે કે, વરુણ કુમાર હાલ ફરાર છે. પોલીસ તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

Case registered against this player of Team India for rape of a minor

Source : Google

ભારત માટે ખિતાબ જીત્યો

મળતી માહિતી અનુસાર, ભારતીય હોકી ટીમનો ખેલાડી વરુણ કુમાર હુમાચલ પ્રદેશનો છે. તે હોકી માટે પંજાબ ગયો હતો. વર્ષ 2017 માં ભારતીય ટીમથી તેણે શરૂઆત કરી અને 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વરુણ કુમાર 2022 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ટીમનો ભાગ હતો. તાજેતરમાં યુવતી દ્વારા વરુણ કુમાર વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વરુણ કુમાર વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

Case registered against this player of Team India for rape of a minor

Source : Google

POCSO act શું છે?

બાળકોને તમામ પ્રકારના જાતીય શોષણથી બચાવવા માટે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012 (“POCSO act, 2012”) પસાર કરવામાં આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સે 1989 માં “બાળ અધિકારો પર કન્વેશન” ને અપનાવ્યું હતું, પરંતુ ભારતે 2012 સુધી બાળકો સામેના ગુનાઓને સંબોધવા માટે કોઈ કાયદો ઘડ્યો ન હતો. તે ઓછામાં ઓછા 20 વર્ષની જેલથી લઈને બાળકો વિરુદ્ધ આચરવામાં આવેલા ગુનાઓ માટે સખત દંડ આપે છે. ગંભીર જાતીય હુમલાના કેસમાં ગુનેગારોને ફાંસી પણ આપી શકાય છે.

આ પણ વાંચો – આર અશ્વિને ઇંગ્લૈંડ સામે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ

આ પણ વાંચો – IND vs ENG 2nd Test : હિસાબ બરાબર, ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં મેળવી જીત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter