Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RANJI TROPHY FINAL : વિદર્ભને હરાવી મુંબઈ 42 મી વખત બન્યું ચેમ્પિયન, આ પ્લેયર્સનું રહ્યું મહત્વનું યોગદાન

06:50 PM Mar 14, 2024 | Harsh Bhatt

RANJI TROPHY FINAL : વર્ષ 2024 ની રણજી ટ્રોફી ફાઇનલમાં મુંબઈની ટીમનો ફરી એક વખત વિજય થયો છે. મુંબઈની ટીમે 42મી વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. વર્ષ 2024 ની રણજી ટ્રોફી ફાઇનલ મુંબઈ અને વિદર્ભ વચ્ચે રમાઈ હતી. રણજી ટ્રોફી ફાઇનલમાં મહારાષ્ટ્રની જ બે ટીમ વચ્ચે ફાઇનલની જંગ હતી, જેમાં મુંબઈએ વિદર્ભની હરાવ્યું છે. મુંબઈએ પાંચમા દિવસે આ મેચ 169 રનથી જીતી લીધી હતી. નોંધનીય છે કે, ફાઈનલ મેચ જીતવા માટે મુંબઈએ વિદર્ભને 500થી વધુ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

મુંબઈએ વિદર્ભને 169 રનથી હરાવી રણજી ટ્રોફી ટાઇટલ જીત્યું 

મુંબઈએ 2024 સીઝનના અંતિમ દિવસે વિદર્ભને 169 રનથી હરાવીને રેકોર્ડ મેકિંગ 42મી રણજી ટ્રોફી ટાઇટલ જીત્યું છે. 538 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા વિદર્ભએ સુકાની અક્ષય વાડકરે સદી ફટકારીને પ્રશંસનીય લડત આપી હતી પરંતુ મુંબઈના સ્પિનરોએ વિદર્ભને 368 રનમાં ઓલઆઉટ કરી પોતાની જીત સુનિશ્ચિત કરી હતી.

મુંબઈ માટે આ ફાઇનલ મેચમાં શાર્દૂલ ઠાકુર, મુશીર ખાન અને શમ્સ મુલાનીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં આ ફાઇનલ મેચમાં શાર્દુલ ઠાકુરે પ્રથમ દાવમાં મુંબઈ માટે મુશ્કેલ સમયમાં શાનદાર ઈનિંગ રમી અને ટીમના સ્કોરને 200ની પાર લઈ ગયો હતો. પ્રથમ દાવમાં શાર્દુલ ઠાકુરે 69 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી. શાર્દુલે પોતાની ઇનિંગ દરમિયાન 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

સરફરાઝ ખાનના નાના ભાઈએ ભજવી અગત્યની ભૂમિકા 

સરફરાઝ ખાનના નાના ભાઈ મુશીર ખાને ફાઈનલ મેચની બીજી ઈનિંગમાં મુંબઈ માટે મહત્વની ઈનિંગ રમી હતી. મુશીર ખાને બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. મુનશીરે બીજી ઇનિંગમાં 136 રન બનાવ્યા હતા. બેટિંગની સાથે તેને બોલિંગમાં પણ પોતાનો કમાલ દેખાડ્યો હતો. તેને મુંબઈને જીત અપાવવા 2 વિકેટ પણ લીધી હતી. મુંબઈ માટે આ મેચમાં બોલિંગની કમાન શમ્સ મુલાનીએ સંભાળી હતી. તેને બને પારીમાં ચાર ચાર વિકેટ્સ લઈને મુંબઈને જીત અપાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવી હતી.

8 વર્ષના લાંબા સમય બાદ મુંબઈએ માણ્યો જીતનો સ્વાદ 

મુંબઈએ 2015-16ની આવૃત્તિમાં છેલ્લી વાર ખિતાબ પર હાથ મેળવ્યા પછી ચેમ્પિયનશિપ જીતવા માટે તેમની 8 વર્ષની લાંબી રાહનો પણ અંત આવ્યો હતો. વિદર્ભે અગાઉ તેમની બંને રણજી ફાઈનલ જીતી હતી, પરંતુ આ વખતે તેઓ અજિંક્ય રહાણેના ટીમની સામે તેમણે હારનો સામનો કરવો પડ્યો છે. રહાણે રણજી ટ્રોફી જીતનાર મુંબઈનો 26મો કેપ્ટન બન્યો છે.

આ પણ વાંચો : IPL 2024: કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ RCB સાથે જોડાયા