+

Rama Steel Tubes: 71 પૈસાથી 40 રૂપિયા પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર,આ કંપની આપે છે 2 બોનસ શેર

Rama Steel Tubes : આયર્ન એન્ડ સ્ટીલ ઈન્ડસ્ટ્રી સંલગ્ન કંપની રામા સ્ટીલ ટ્યૂબ્સના (Rama Steel Tubes) શેરોએ છેલ્લા 4 વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. કંપનીના શેર ગત 4 વર્ષમાં 71…

Rama Steel Tubes : આયર્ન એન્ડ સ્ટીલ ઈન્ડસ્ટ્રી સંલગ્ન કંપની રામા સ્ટીલ ટ્યૂબ્સના (Rama Steel Tubes) શેરોએ છેલ્લા 4 વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. કંપનીના શેર ગત 4 વર્ષમાં 71 પૈસાથી વધીને 40 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રામા સ્ટીલ ટ્યૂબ્સના શેરોમાં આ સમયગાળામાં 5500 ટકાથી વધુની તેજી આવી છે. કંપની હવે પોતાના રોકાણકારોને બોનસ શેર ભેટ સ્વરૂપે આપી રહી છે. રામા સ્ટીલ ટ્યૂબ્સ 2:1 ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે. કંપની દરેક શેર પર 2 બોનસ શેર (Bonus Share) આપશે. કંપનીએ બોનસ શેરની રેકોર્ડ ડેટ 19 માર્ચ 2024 ફિક્સ કરેલી છે.

કંપનીના શેર 27 માર્ચ 202ના રોજ 71 પૈસા હતા. જ્યારે 11 માર્ચ 2024ના રોજ એટલે કે આજે 40.93 રૂપિયા પર પહોંચ્યા ચે. રામા સ્ટીલ ટ્યૂબ્સના શેરોમાં છેલ્લા 4 વર્ષમાં જબરદસ્ત તેજી જોવા મળી છે અને 5665 ટકાનો ઉછાળો નોંધાયો છે. જ્યારે છેલ્લા 3 વર્ષમાં રામા સ્ટીલ ટ્યૂબ્સના શેરોમાં 1345 ટકાની તેજી આવી છે. આ સમયગાળામાં કંપનીના શેર 2.83 રૂપિયાથી વધીને 40.93 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 2 વર્ષના કંપનીના શેરોમાં 205 ટકાનો ઉછાળો આવ્યો છે. શેરોનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 50.50 રૂપિયા છે. જ્યારે કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 26.10 રૂપિયા છે.

 

બોનસ શેર આપી રહી છે કંપની
રામા સ્ટીલ ટ્યૂબ્સે પોતાના રોકાણકારોને બંપર બોનસ શેર આપ્યા છે. કંપનીએ માર્ચ 2016માં પોતાના રોકાણકારોને 4:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા. એટલે કે કંપનીએ દરેક શેર પર 4 બોનસ શેર આપ્યા. રામા સ્ટીલ ટ્યૂબ્સે જાન્યુઆરી 2023માં ફરીથી 4:1ના રેશિયોમાં બોન્સ શેર આપ્યા. કંપની એકવાર ફરીથી 2:1 ના રેશિયોમાં બોનસ શેર આપવા જઈ રહી છે. કંપનીએ બોનસ શેરની રેકોર્ડ ડેટ 19 માર્ચ 2024 ફિક્સ કરી છે. કંપનીએ ઓગસ્ટ 2022માં પોતાના શેરોની વહેંચણી (સ્ટોક સ્પ્લિટ) પણ કરી છે. કંપનીએ 5 રૂપિયા ફેસ વેલ્યુવાળા શેરને 1 રૂપિયા ફેસ વેલ્યુવાળા શેરમાં વહેંચ્યા છે.

આ  પણ  વાંચો – Gold Rate : સોનાના ભાવમાં તેજી,જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો

આ  પણ  વાંચો ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર, નેપાળમાં પણ કરો UPI દ્વારા ચુકવણી

આ  પણ  વાંચો – DA Hike : આજે થઈ શકે છે મોટી જાહેરાત…, કેન્દ્રીય કર્મચારીઓને મળશે 4% DA Hike!

 

Whatsapp share
facebook twitter