+

RamTemple : નિર્માણકાર્યમાં રાત-દિવસ એક કરનારા શ્રમિકોનું PM મોદીએ આ રીતે કર્યું ભવ્ય સ્વાગત! જુઓ Video

આજે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ઇતિહાસ રચાયો છે. 500 વર્ષના કઠોર સંઘર્ષ બાદ રામલ્લા રામ મંદિરમાં (RamTemple) બિરાજમાન થયા છે. આ ઐતિસાહિક ક્ષણને વિશ્વના ખૂણેખૂણામાં રહેતા હિંદુઓએ અલગ અલગ માધ્યમથી…

આજે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ઇતિહાસ રચાયો છે. 500 વર્ષના કઠોર સંઘર્ષ બાદ રામલ્લા રામ મંદિરમાં (RamTemple) બિરાજમાન થયા છે. આ ઐતિસાહિક ક્ષણને વિશ્વના ખૂણેખૂણામાં રહેતા હિંદુઓએ અલગ અલગ માધ્યમથી નીહાળી રામમય થયા છે. રામમંદિરના સંકલ્પ સાથે જે પળની રામભક્તો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, તે પળ હવે આવી જતાં લાખો-કરોડો રામભક્તોનો સંકલ્પ પૂર્ણ થયો છે.

આજે આયોધ્યામાં રામમંદિરમાં (RamTemple) પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. પૂજાવિધિ, આરતી દરમિયાન પીએમ મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત રામજન્મભૂમિ મંદિરમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ રામ મંદિર નિર્માણકાર્યમાં રાત-દિવસ એક કરીને કામ કરનારા શ્રમિકોનું અનોખી રીતે સ્વાગત કર્યું હતું.

પીએમ મોદીએ શ્રમિકો પર પુષ્પવર્ષા કરીને તેમનું અભિવાદન કર્યું

રામ મંદિર (RamTemple) પ્રાણ પ્રતિષ્ઠા પૂજાવિધિ પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ રામમંદિર નિર્માણકાર્યમાં રાત-દિવસ એક કરીને કામ કરનારા શ્રમિકોનું પણ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ રામમંદિર નિર્માણકાર્યમાં જોડાયેલ શ્રમિકો પર પુષ્પવર્ષા કરીને તેમનું અભિવાદન કર્યું હતું અને તેમની સાથે વાતો કરી હતી. આ પહેલા પીએમ મોદી શિવ મંદિર, કુબેર ટીલામાં પૂજા-અર્ચના કરવા પહોંચ્યા હતા. સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થયેલ તમામ અતિથિઓ સાથે પણ મુલાકાત કરીને તેમને રામમંદિરની શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો – Ayodhya: અયોધ્યામાં દાન તો ખુબ આવ્યું! હવે રોજગારીની તકો પણ વધશે

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter