+

Ram Mandir : સમગ્ર વિશ્વમાં આજે ભગવાન રામનો પુનઃઅવતાર થવાનો હોય તેવો ભાવ

Ram Mandir News : અયોધ્યા (Ayodhya) માં આજે રામમય માહોલ છે. જ્યા જુઓ ત્યા લોકો રામ મંદિર (Ram Mandir) ની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જોકે, ભારત…

Ram Mandir News : અયોધ્યા (Ayodhya) માં આજે રામમય માહોલ છે. જ્યા જુઓ ત્યા લોકો રામ મંદિર (Ram Mandir) ની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જોકે, ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં જ્યા હિંદુઓ રહે છે ત્યા જય શ્રી રામ (Jay Shree Ram) ના નારા સાંભળવા મળી રહ્યા છે. જો એવું કહીએ તો ખોટું નહીં કહેવાય કે આજે સમગ્ર વિશ્વમાં ભગવાન રામ (Lord Ram) નો પુનઃઅવતાર થવાનો હોય તેવો ભાવ છે.

રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો શું રહેશે સમય?

આવતી કાલે 22 જાન્યુઆરી, 2024 ના રોજ, દરેક ઘરમાં જય શ્રી રામ (Jay Shree Ram) ના ગુંજ સંભળાશે. દરેક વ્યક્તિ રામ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળશે. કારણ કે આ દિવસે ભગવાન શ્રી રામ અયોધ્યા રામ મંદિર (Ram Mandir) ના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલ્લાની મૂર્તિને અભિષેક કરશે. આ દરમિયાન મંદિરમાં દેશના ઘણા પ્રખ્યાત લોકો હાજર રહેશે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમય 22 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રહેશે.

સામાન્ય જનતા ક્યારે કરી શકશે રામલલ્લાના દર્શન ?

જ્યોતિષના મતે આ શુભ મુહૂર્તમાં ભગવાન રામની પ્રતિમાની સ્થાપના કરવાથી દરેક વ્યક્તિ પર સારી અસર પડશે. જણાવી દઇએ કે, 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો અયોધ્યા રામ મંદિર (Ram Mandir) ના દર્શન કરી શકશે. મળતી માહિતી મુજબ મંદિરમાં દર્શન કરવાનો સમય પણ વધશે. હાલમાં દર્શનનો સમય સવારે 7 થી 11.30, બપોરે 2 થી સાંજના 7 વાગ્યા સુધીનો છે. અયોધ્યા રામ મંદિરમાં ત્રણ વખત આરતી કરવામાં આવશે, જેનો સમય સવારે 6:30, બપોરે 12:00 અને સાંજે 7:30 રહેશે.

આ પણ વાંચો – Ram Mandir : રામમંદિરને લઈ ખોટી માહિતીથી સાવધાન…! કેન્દ્ર સરકારની એડવાઈઝરી

આ પણ વાંચો – Ramotsav 2024: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંગલ ધ્વનિથી ગુંજશે ભવ્ય રામ મંદિર

આ પણ વાંચો – Savar Kundla ની જમીન પર જોવા મળ્યું અયોધ્યાનું રામ મંદિર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter