Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RAM MANDIR SECURITY : અભેદ્ય હશે અયોધ્યાની સુરક્ષા, 4 એજન્સીઓને સોંપાઈ સુરક્ષાની જવાબદારી

01:11 PM Dec 24, 2023 | Harsh Bhatt

અયોધ્યામાં એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિતના અનેક વિકાસકાર્યોના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા આવવાના છે. અને તે બાદ 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે આવવાના છે. ત્યારે અયોધ્યા ખાતે અત્યારથી જ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.

30 ડિસેમ્બર અને 22 જાન્યુઆરીએ સુરક્ષા વ્યવસ્થા હશે અભેદ્ય

PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં રહેશે તે દરમિયાન લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 30 ડિસેમ્બર અને 22 જાન્યુઆરીએ સુરક્ષા વ્યવસ્થા યુપી પોલીસ સહિત અનેક એજન્સીઓ સંભાળશે. જાણકારી મુજબ કુલ 4 એજન્સીઓએ સુરક્ષાની જવાબદારી સોંપાવામાં આવી છે. યુપી પોલીસની સાથે સાથે PSC અને CAPFના જવાન પણ અયોધ્યાની સુરક્ષામાં તૈનાત રહેશે. ઉત્તરપ્રદેશ પોલીસનું વિશેષ સુરક્ષાબળ UPSSF ને પણ અયોધ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. UPSSFને CISFની જેવી જ લોકોની તેમજ વાહનોની તપાસની ટ્રેનિંગ આપવામાં આવી છે.

આ ઉપરાંત કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને ગુપ્તચર સંસ્થાઓ પણ અયોધ્યા પર નજર રાખશે. એજન્સીઓ સાથે મળીને યુપી ATS દરેક ઈનપુટ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. યુપી ATSની બે કમાન્ડો ટીમ અયોધ્યામાં કેમ્પ કરી રહી છે. સરયૂ નદી પર પણ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. PACની ફ્લડ કંપની સરયૂ પર બાઝ નજર રાખશે. આ ઉપરાંત અયોધ્યા નગર નિગમ શહેરના દરેક રસ્તાઓ, સર્કલ અને શેરીઓમાં CCTV થી નજર રાખશે. જેથી અયોધ્યા આવતા જતા તમામ લોકો પર નજર રાખી શકાય. શ્રદ્ધાળુઓની ભીડ પર નજર રાખવા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવશે. સીસીટીવી અને ડ્રોન કેમેરા માટે અલગથી કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો — Wrestling Federation of India: કેન્દ્ર મંત્રલાય દ્વારા રેસલિંગ ખેલાડીઓના જીવમાં નવો જીવ આવ્યો