Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

First Darshan: પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પ્રથમ દિવસ, ભક્તોની જનમેદની ઉમટી

12:06 PM Jan 23, 2024 | VIMAL PRAJAPATI

First Darshan: અયોધ્યામાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થઈ ગયા છે. આજે વહેલી સવારથી રામ લલ્લાના First Darshan કરવા માટે લોકોની જનમેદની ઉમટી પડી હતી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ લલ્લાના દર્શન કરવા માટે નિયમો બનાવ્યા છે. તે પ્રમાણે વાત કરીએ તો પહેલાની જેમ જ રામ લલ્લાની પાંચ વખત આરતી કરવામાં આવશે. રામ લલ્લાની વહેલી પ્રભાતે ચાર વાગે પહેલી શ્રૃંગાર આરતી કરવામાં આવશે અને સાંજે સાત વાગે સંધ્યારતી કરવામાં આવશે. આજ રીતે રાત્રે 10 વાગે શયન આરતી બાદ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવશે. પરંતુ ભક્તો માટે મંદિરના દરવાજા સવારે 8 વાગે ખોલવામાં આવશે.

બપોરે 1 થી 3 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે

ઉલ્લેખનીય છે કે, સદીઓ બાદ રામ લલ્લાના દર્શન કરવાનો અવસર આવ્યો છે. ટ્રસ્ટે જાહેર કરેલા નિર્દેશો પ્રમાણે બપોરે એકથી 3 વાગ્યા સુધી મંદિરના દરવાજા બંધ રહેશે. કારણ કે, બપોરનો સમય એટલે એક વાગ્યાની આસપાસ રામ લલ્લાની મધ્યાયન ભોજન આરતી કરવામાં આવશે. તે માટે મંદિરના દરવાજા બંધ રાખવામાં આવશે. મીડિયો રિપોર્ટ પ્રમાણે આજે સવારે 3 વાગ્યાથી ભક્તોની જનમેદની ઉમટી પડી છે.

રામ લલ્લાની પાંચ વખત આરતી કરવામાં આવશે

અત્યારે લોકો જય શ્રીરામના નારા લગાવી રહ્યાં છે. આ લોકોને પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલા આજના First Darshan નો લાભ મળવાનો છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા જણાવ્યા અનુસાર રામ લલ્લાની આરતી કે દર્શન માટે કોઈ અન્ય નિયમ કે પરંપરા શરૂ કરવામાં નહીં આવે. પહેલા જે રીતે રામ લલ્લાની પાંચ વખત આરતી કરવામાં આવતી હતી તેવી જ રીતે અત્યારે પણ પાંચ વખત જ આરતી કરવામાં આવશે.

આ પણ વાંચો: રઘુનંદન અયોધ્યા પધાર્યા, 32 વર્ષ પછી કાર સેવકે પહેર્યા પગરખાં

શ્રીરામોપાસના સંહિતા બનાવવામાં આવી

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જણાવ્યા અનુસાર ભક્તોની સુવિધા માટે એક વિશેષ પૂજા વિધાન એટલે કે શ્રીરામોપાસના સંહિતા રચવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે 22 જાન્યુઆરી રામ લલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં પ્રધાનમંત્રી મુખ્ય યજમાન બન્યા હતા. આ સાથે સાથે આ પાવન અવસર પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના પ્રમુખ મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતાં.