Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાની ભાવુક ક્ષણો જોઈ તમે પણ થશો ભાવવિભોર

02:10 PM Jan 22, 2024 | Harsh Bhatt

ઉમા ભારતી અને સાધ્વી રિથમ્બરા : અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ બિરજી ચૂક્યા છે. સૂર્યવંશીનો સૂર્યોદય હવે થઈ ચૂક્યો છે. આખું વિશ્વ ભગવાન રામને તેમના નગરમાં બિરાજમાન જોઈ ભાવવિભોર થયું છે. કદાચિત આ ભાવના અને આ લાગણીને શબ્દોમાં વર્ણવી શક્ય નથી. ત્યારે અયોધ્યા ખાતે રામ મંદિરના આંદોલનમાં શુરૂઆતથી જ ભાગ ભજવનાર ભાજપના નેતા ઉમા ભારતી અને સાધ્વી રિથમ્બરાના ભાવુક ક્ષણો સામે આવ્યા છે.

ઉમા ભારતી અને સાધ્વી રિથમ્બરા

ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતી અને સાધ્વી રિથમ્બરાએ સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા રામ મંદિરના પરિસરમાં પહોંચ્યા પછી હૃદયપૂર્વકની ક્ષણ શેર કરી હતી. તેઓએ 90 ના દાયકાની શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલા રામ મંદિર આંદોલનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

આજરોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે તેઓ ભાવુક જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દરેક સનાતનીએ 500 વર્ષ કરતાં પણ વધુ સમયથી રાહ જોઈ રહ્યા હતા.

500 વર્ષીની કઠોળ તપસ્યા બાદ આજે પૂર્ણ થઈ

આ ઐતિહાસિક ક્ષણની ભારતીયો સદીઓથી રાહ જોઈ રહ્યા છે. 500 વર્ષીની કઠોળ તપસ્યા બાદ આજે પૂર્ણ થઈ ગઈ છે. અયોધ્યામાં શ્રી રામ ભવ્યાતિભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. આજે કરોડો હિંદુઓ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. કારણ કે, આજે રામ લલ્લાને તેમનું ઘર પાછું મળી ગયું છે.

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અદિત્યનાથ સહિત સંત સમાજ અને અતિ વિશેષ્ટ લોકોની ઉપસ્થિતિમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે. આજે ભારત વર્ષ માટે ઐતિહાસિક દિવસ છે. ઇતિહાસના પાને આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. આવતા હજારો વર્ષો સુધી આજના આ દિવસને યાદ કરી હિંદુઓ ગૌરવની લાગણી અનુભવશે. કારણ કે, ક્ષણ માટે અસંખ્ય હિંદુઓએ પોતાનું બલિદાન આપ્યું છે.

આ પણ વાંચો — Ram temple : શું તમે જાણો છો રામ મંદિરની સૌથી ખાસ વાત ?