Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘પીએમ દ્વારા મંદિરનું ઉદ્ઘાટન એ ન્યાય અને સેક્યુલરિઝમની હત્યા’, Ram Mandir પર મૌલાનાનો બફાટ

11:40 AM Jan 14, 2024 | VIMAL PRAJAPATI

AIMPLB On Ram Mandir: ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના અધ્યક્ષ મૌલાના ખાલિદ સૈફુલ્લા રહેમાનીએ રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પીએમ મોદીની ઉપસ્થિતિને લઈને સવાલ કર્યો છે. મૌલાનાએ બફાટ કરતા કહ્યું કે, આ ન્યાય અને સેક્યુલરિઝમની હત્યા છે. તે સિવાય તેમણે એવો પણ દાવો કર્યો છે કે, આ વાતનું કોઈ પ્રમાણ નથી કે શ્રી રામચંદ્રજીનો જન્મ આ જ સ્થાન પર થયો હતો. મૌસાનાએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દીવા કરવાની અપીલને લઈને પણ લઘુમતી સમુદાયના લોકોને ખાસ સલાહ પણ આપી છે.

રામનો જન્મ અહીં જ થયાનું કોઈ સબુત નથી:મૌલાના ખાલિદ

શનિવારે આપેલા એક બયાનમાં મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પણ સવાલ કર્યો છે. મૌલાનાએ કહ્યું કે, ‘ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના લેટર પેડ પર જાહેર કરેલા એક બયાનમા કહ્યું કે, અયોધ્યામાં જે થઈ રહ્યું છે તે, ક્રુરતા પર આધારિત છે. કારણ કે, સુપ્રીમ કોર્ટે માન્યું છે કે, તેના નીચે કોઈ મંદિર નહોતુ કે જેને તોડીને મસ્જિદ બનાવામાં આવી હોય અને તે વાતનું કોઈ સબુત નથી કે, શ્રી રામચંદ્રજીનો જન્મ તે જ સ્થાન પર થયો હતો. કોર્ટે આ નિર્ણય બહુમતી સંપ્રદાયના એક વર્ગની આસ્થાના આધારે આપ્યો છે જે કાયદાથી અલગ છે અને જેનો હિન્દુ ભાઈઓના પવિત્ર ગ્રંથોમાં ઉલ્લેખ નથી. આ ચોક્કસપણે દેશની લોકશાહી પર મોટો હુમલો છે. આ નિર્ણયે મુસ્લિમોના દિલને ભારે ઠેસ પહોંચાડી છે.’

મૌલાનાએ પ્રધાનમંત્રી મોદી પર પણ કર્યો સવાલ

મૌલાના રહેમાનીએ કહ્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટના ચુકાતાના આધારે એક મસ્જિદની જગ્યાએ Ram Mandir નું નિર્માણ થઈ રહ્યું છે. જ્યો કેટલાય વર્ષોથી નમાઝ પઢવામાં આવતી હતી.તેમાં સરકાર અને મંત્રીઓની આ વિશેષ ઋચિ અને પ્રધાનમંત્રી દ્વારા મંદિરનું ઉદ્ઘાટન એ ન્યાય અને સેક્યુલરિઝમની હત્યા છે. રાજકીય ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને દેશભરમાં કરવામાં આવતો પ્રચાર લઘુમતીઓના ઘા પર મીઠું નાખવા બરાબર છે. એટલા જ માટે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સરકારના આ બિનસાંપ્રદાયિક અને અલોકતાંત્રિક વલણની આકરી નિંદા કરે છે.’

આ પણ વાંચો: લાલ ચોક પર નાની બાળકીએ કાલાઘેલા અવાજ કર્યો ગાયત્રી મંત્રનો જાપ

લધુમતી સમુદાયને આપી ખાસ સુચના

‘22 જાન્યુઆરી થનારી પ્રાણ પ્રતિષ્ટાના દિવસે દેશભરમાં દીવા કરવાની અપીલ પર પણ મૌલાના રહેમાનીએ કહ્યું કે, હિંદુ ભાઈઓ મંદિરના નિર્માણની ખુશી મનાવી દીવ પ્રગટાવે અને નારા લગાવે તો તેના પર અમારો કોઈ વિરોધ નથી. પરંતુ મુસ્લિમ માટે આ કાર્યક્રમમાં ભાગ લેવો એ ગેર-ઇસ્લામિક અમલ છે. મૌલાના રહેમાનીએ એવું પણ કર્યું કે, 22 જાન્યુઆરીએ દીવા પ્રગટાવા અને શ્રી રામના નારા લગાવવા જોઈએ. દેશના મુસલમાનોએ સમજી લેવું જોઈએ કે, આ મુશરિકાના અમલ છે.’