+

Ram Mandir : આફ્રિકન દેશ બુરૂન્ડીમાં પણ ભગવાન રામોત્સવ

આફ્રિકન દેશ બુરૂન્ડીમાં અયોધ્યા ખાતે Ram Mandirમાં પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો અને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને હર્ષોલ્લાસ સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો ત્યારે…

આફ્રિકન દેશ બુરૂન્ડીમાં અયોધ્યા ખાતે Ram Mandirમાં પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો અને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને હર્ષોલ્લાસ સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો ત્યારે વિદેશોમાં વસતાં ભારતીય સમુદાયે ત્યાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી મહોત્સવમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી. 

ભારતની સાથે સાથે દુનિયામાં પણ વિવિધ ક્ષેત્રે આ સેલિબ્રેશન કરવામાં આવી રહયું છે. ત્યારે આફ્રિકાન દેશ બુરૂન્ડીમાં ભારતીય હિન્દુ સંગઠનો દ્વારા આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની યાદગીરી રૂપે ખાસ ટપાલ ટિકિટ સ્ટેમ્પ્સ પ્રસિદ્ધ કરવામાં આવી છે. . હિન્દુ મંડળનાં પ્રેસિડેન્ટ હિતુલભાઈ ખેતીયાના ખાસ આયોજનથી સૌ હિંદુ સંગઠનો એકત્રિત થઈને અયોધ્યા ખાતે Ram Mandir ના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા માટે ભારતીય સંસ્કૃતિઓનું પરંપરાનું સમર્થન પ્રસાર પ્રચાર કરવા માટે સક્રિય રૂપથી ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમની શરૂઆત મંડળના ધાર્મિક સ્થળોથી શરૂ કરવામાં આવી હતી અને જયશ્રી રામના નારા સાથે કાર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બધા કાર્યકર્તાઓ પોતાના વાહનોને સજાવીને વાજતેગાજતે આ રેલીમાં જોડાયાં હતાં અને આફ્રિકન દેશમાં કેસરીયો માહોલ સર્જાયો હતો.

મોદીની ટપાલ ટિકિટ

હિન્દુ મંડળ પ્રેસિડેન્ટ હિતુભાઈ ખેતિયા અને વડોદરા જિલ્લાના ડભોઇ નગરનાં મૂળ રહેવાસી હિરેનભાઈ સોની અને તેમની ટીમનાં સૌ સાથીદારોના સહયોગથી બુરૂન્ડી ગવર્મેન્ટની પરમિશન અને સહયોગથી રામ નામ અને ભગવાન રામના ફોટા સાથેનાં સ્ટેમ્પ બહાર પાડવામાં આવ્યા છે. જે સ્ટેમ્પનું રીનોવેશન કરીને આપવામાં આવ્યો હતો.

સ્પેશિયલ ટેજરીમાં મૂકીને આ સ્ટેમ્પ ભારતનાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે અને ત્યારબાદ ઇન્ડિયન હાઈ કમિશનરને આપવામાં આવશે. ત્યારબાદ મંત્રીજીને રજીસ્ટ્રેશનથી મોકલી આપવામાં આવશે. આમ, ભારે ઉત્સાહ સાથે રામ મંદિરનો(Ram Mandir) પ્રાણ મહોત્સવ ઈસ્ટ આફ્રિકામાં પણ યોજવામાં આવ્યો હતો અને  હિન્દુ સંગઠનોએ એકત્રિત થઈને વિવિધ કાર્યક્રમો જેવા કે હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, રામજીની આરતી જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતાં જેમાં સૌ મોટી સંખ્યામાં જોડાયાં હતાં અને રામ ભકિતનો અનેરો માહોલ સર્જાયો હતો અને વિદેશની ભૂમિ ઉપર પણ ભારતીય પરંપરા જળવાઈ રહી હતી.

ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમો

ચેરમેન ઓફ બુરૂન્ડી ઇન્ડિયન એસોસિએશને  ઇસ્ટ આફ્રિકામાં અયોધ્યામાં યોજાયેલ રામ મંદિર(Ram Mandir)પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેરમેન હિતુલભાઈ ખેતીયા દ્વારા અને ઇન્ડિયન એસોસિએશન દ્વારા સૌનાં સહયોગથી ત્રણ દિવસનું સેલિબ્રેશન કરીને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. જેમાં ભારતીય મૂળનાં નાગરિકો અને ખાસ કરીને ગુજરાતી અને તેલુગુ સમુદાય મોટી સંખ્યામાં જોડાયાં હતા

રિપોર્ટર પીન્ટુ પટેલ ડભોઇ વડોદરા

આ પણ વાંચો: Ayodhya Ram Mandir- આજે  50 હજારથી વધુ ભક્તોએ મુલાકાત લીધી 

Whatsapp share
facebook twitter