Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ram Mandir: રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ મૂર્તિનું નામ રખાયું ‘બાળક રામ’

01:08 PM Jan 24, 2024 | VIMAL PRAJAPATI

Ram Mandir Ayodhya: અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરના 22 તારીખે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રામ લલ્લાની આ મૂર્તિને ‘બાળક રામ’ નામ આપવામાં આવ્યું છે. હવે ઇતિહાસમાં રામ લલ્લાના મૂર્તિને બાળક રામના નામથી જાણવામાં આવશે. તમને જણાવી દઈએ કે, મંદિર (Ram Mandir) માં સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિમાં પ્રભુ શ્રીરામ પાંચ વર્ષના બાળક સ્વરૂપે છે માટે તેમનું નામ ‘બાળક રામ’ રાખવામાં આવ્યું છે.

આ મૂર્તિમાં પ્રભુ શ્રીરામ બાળ સ્વરૂપે જોવા મળે છે

પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય સમારોહ સાથે જોડાયેલા પૂજારી અરૂણ દીક્ષિત જણાવ્યું કે, ભગવાન શ્રી રામની મૂર્તિ, જેનો 22 જાન્યુઆરીએ અભિષેક કરવામાં આવ્યો તેનું નામ ‘બાળક રામ’ રાખવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે પ્રથમ વખત આ મૂર્તિ જોઈ હતી ત્યારે હું રોમાંચિત થઈ ગયો અને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તે અનુભવ ખરેખર વ્યક્ત કરવો ઘણો મુશ્કેલ છે.

અત્યાર સુધીમાં 50-60 પ્રાણ પ્રતિષ્ઠા વિધિઓ કરાવી

મળતી વિગતો પ્રમાણે, કાશીના પૂજારી દીક્ષિત અત્યાર સુધીમાં લગભગ 50-60 પ્રાણ પ્રતિષ્ઠા વિધિઓ કરાવી ચુક્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી કરવામાં આવેલી તમામ પ્રાણ પ્રતિષ્ઠા વિધિઓમાંથી આ મારા માટે સૌથી ‘અલૌકિક’ અને ‘સર્વોચ્ચ’ છે. તેમણે કહ્યું કે તેમને 18 જાન્યુઆરીના રોજ મૂર્તિની પ્રથમ ઝલક મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સોમવારે એક ભવ્ય સમારોહમાં પ્રતિમાને અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે આ એક નવા યુગના આગમનને દર્શાવે છે. રામલલાની જૂની મૂર્તિ, જે અગાઉ હંગામી મંદિરમાં રાખવામાં આવી હતી, તેને નવી મૂર્તિની સામે મૂકવામાં આવી છે.

આ પણ વાંચો: ‘જન નાયક’ કર્પૂરી ઠાકુરના દીકરા સાથે PM મોદીએ કરી વાત, કહ્યું કે…

22 તારીખે યોજાયો હતો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ઉલ્લેખનીય છે કે, લાખો લોકોએ તેમના ઘરો અને પડોશના મંદિરોમાં ટેલિવિઝન પર ‘ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ નિહાળ્યો હતો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, મૂર્તિ માટેના ઘરેણાં અધ્યાત્મ રામાયણ, વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ અને અલવંદર સ્તોત્રમ જેવા શાસ્ત્રોના વ્યાપક સંશોધન અને અભ્યાસ પછી તૈયાર કરવામાં આવ્યા છે. રામલલાએ બનારસી કપડાં પહેર્યા છે જેમાં પીળી ધોતી અને લાલ ‘અંગવસ્ત્રમ’નો સમાવેશ થાય છે. ‘અંગવસ્ત્રમ’ શુદ્ધ સોનાની ‘ઝરી’ અને શુભ વૈષ્ણવ પ્રતીકો ‘શંખ’, ‘પદ્મ’, ‘ચક્ર’ અને ‘મોર’ સાથેના દોરાઓમાંથી રચાયેલ છે.