Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોંગ્રેસના આ ઉમેદવાર પ્રચાર માટે ખાડી તરીને ગામ લોકો પાસે પહોંચ્યા, જુઓ Video

05:56 AM Apr 23, 2023 | Vipul Pandya
  • ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારોના નવતર પ્રયોગ
  • વિક્ટરથી ચાંચબંદર સુધી પુલ બનાવવાની માંગ
  • 350 મીટરની ખાડી તરીને પાર કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. મતદારોને રિઝવવા માટે ઉમેદવારો દ્વારા અવનવા નવતર પ્રયોગો કરવામાં આવી રહ્યાં છે ત્યારે રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર 350 મીટરની ખાડી તરીને પાર કરી પ્રચાર કરવા ગયા હતા.

ખાડી તરીને પાર કરી
રાજુલા વિધાનસભામાં આવતા ચાંચબંદર ગામ ખાડીમાં દરિયા કિનારેથી દુર 350 મીટર આવેલું છે. અહીંના લોકોની વિક્ટરથી ચાંચબંદર સુધી 350 મીટરના પુલ બનાવવાની માંગ ઘણાં લાંબા સમયથી છે ત્યારે રાજુલાના કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેરે સ્થાનિકોની માંગણી અનોખી રીતે સરકાર સામે વ્યક્ત કરી હતી. તેમણે 350 મીટરની ખાડી તરીને પાર કરી ચાંચબંદર ગામે ગયા હતા અને ત્યાં જઈને પ્રચાર કર્યો હતો.
પુલ બનાવવાની માંગ
આ સામે અમરીશ ડેરે એવું પણ જણાવ્યું કે, અહીં પુલ બનાવવાની માંગ મેં સરકાર સામે રાખેલી છે અને આગામી 5 વર્ષમાં જો હું પુલના બનાવી શકું તો અહીં હું ક્યારેય પ્રચાર કરવા નહી આવું. રાજુલાના ઉમેદવારનો તરવાનો પ્રયોગ તેમને તારશે કે કેમ તે તો 8 તારીખે ખબર પડશે.

મિશ્ર પ્રતિસાદ
ચાંચબંદર  ગામે પ્રચાર કરવા પહોંચેલા કોંગ્રેસના ઉમેદવારનો અહીં મિશ્ર પ્રતિસાદનો સામનો કરવો પડ્યો હતો અહીં તેમના સમર્થકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તો અમુક લોકોએ તેમના આ પ્રયોગનો વિરોધ કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.