Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Delhi : કેજરીવાલને ઝટકો, મંત્રીએ જ આપી દીધું રાજીનામું

05:37 PM Apr 10, 2024 | Vipul Pandya

Delhi : દિલ્હી (Delhi) સરકારના મંત્રી રાજકુમાર આનંદે (Rajkumar Anand) રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનિય છે કે EDએ થોડા દિવસો પહેલા રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. રાજકુમાર આનંદ દિલ્હી (Delhi) સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (ARVIND KEJARIWAL )ની ધરપકડ બાદ દિલ્હી સરકારમાંથી આ પ્રથમ રાજીનામું છે. રાજીનામું આપ્યા બાદ રાજકુમાર આનંદે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે જે પક્ષ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આંદોલનને કારણે અસ્તિત્વમાં આવ્યો હતો તે આજે તેમાં જ ડૂબી ગયો છે. તેમણે કહ્યું કે પહેલા તેમને લાગતું હતું કે પાર્ટીના નેતાઓને ફસાવવામાં આવી રહ્યા છે, પરંતુ હાઈકોર્ટના નિર્ણય પછી તેમને લાગ્યું કે ક્યાંક કંઈક ખોટું છે.

‘આ સરકારમાં કામ કરવું અસહજ થઈ ગયું છે’

રાજકુમાર આનંદે રાજીનામા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘જ્યારે હું રાજનીતિમાં આવ્યો ત્યારે અરવિંદ કેજરીવાલજીએ કહ્યું હતું કે રાજનીતિ બદલાશે તો દેશ બદલાશે. પરંતુ આજે અફસોસ સાથે કહેવું પડે છે કે રાજકારણ તો બદલાયું નથી પણ રાજકારણીઓ બદલાયા છે. આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી થયો હતો, પરંતુ આજે આ પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારના કિચડમાં ફસાઈ ગઈ છે. આ સરકારમાં મંત્રી તરીકે કામ કરવું મારા માટે અસહજ બની ગયું છે. હું હવે આ પાર્ટી, આ સરકાર અને મારા મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું, કારણ કે હું નથી ઈચ્છતો કે મારું નામ આ ભ્રષ્ટાચાર સાથે જોડાય.

હાઈકોર્ટના નિર્ણયથી એવું લાગ્યુ કે અમારામાં જ કંઈક ખોટું છે

કટોકટી દરમિયાન AAP દ્વારા અચાનક રાજીનામું આપવાના પ્રશ્ન પર રાજકુમાર આનંદે કહ્યું, ‘સમયની કોઇ વાત નથી. માણસ ગૂંગળામણ અનુભવે તો ક્યારેક ઉભો પણ થઇ જાય. ગઈકાલ પહેલા એવું લાગતું હતું કે અમને ફસાવામાં આવી રહ્યા છે, પરંતુ ગઈકાલે આવેલા હાઈકોર્ટના નિર્ણયથી એવું લાગ્યુ કે અમારામાં જ કંઈક ખોટું છે. બાદમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ અન્ય કોઈ પાર્ટીમાં જશે તો રાજકુમાર આનંદે કહ્યું કે તેઓ ક્યાંય જઈ રહ્યા નથી. તેમણે કહ્યું કે તેમણે પોતાનું રાજીનામું સીએમ ઓફિસને મોકલી દીધું છે. જો કે, મુખ્યમંત્રી કેજરીવાલ પોતે જેલમાં હોવાથી, તે કેવી રીતે રાજકુમારનું રાજીનામું સ્વીકારે છે અને લેફ્ટનન્ટ ગવર્નરને મોકલે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો—- Delhi liquor scam : Arvind Kejriwal એ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો…

આ પણ વાંચો— Delhi : અરવિંદ કેજરીવાલની અરજી ફગાવતી દિલ્હી હાઇકોર્ટ