+

ગોંડલમાં આખલાની અડફેટના કારણે મહિલા ‘કોમા’માં

ગોંડલ હરભોલે સોસાયટીમાં સાંજના સુમારે માતા અને તેની માસુમ પુત્રી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે એક ભુરાયા થયેલ આખલાએ અડફેટે લેતા બુમા બુમ બચી જવા પામી હતી. મહિલા ગંભીર રીતે ધવાતા તેને પ્રાથમિક સારવાર ગોંડલ સિવિલ હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સ્થાનિક લોકોએ પાલિકા તંત્રને જાણ કરી હતી.  આ બનાવમાં મહિલા કોમામાં સરી પડી હતી. માતા-પુત્àª
ગોંડલ હરભોલે સોસાયટીમાં સાંજના સુમારે માતા અને તેની માસુમ પુત્રી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે એક ભુરાયા થયેલ આખલાએ અડફેટે લેતા બુમા બુમ બચી જવા પામી હતી. મહિલા ગંભીર રીતે ધવાતા તેને પ્રાથમિક સારવાર ગોંડલ સિવિલ હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સ્થાનિક લોકોએ પાલિકા તંત્રને જાણ કરી હતી.  આ બનાવમાં મહિલા કોમામાં સરી પડી હતી. 

માતા-પુત્રીને આખલાએ અડફેટમાં લીધી
પ્રાપ્ત વિગતો મુજબ ભગવતપરા હરભોલે સોસાયટીમાં રહેતા કોમલબેન વિનુભાઈ મટારીયા ઉંમર વર્ષ 25 અને તેની માસુમ પુત્રી સાંજના પાંચેક વાગ્યે શેરીમાં પગપાળા ચાલી રહ્યા હતા ત્યારે અચાનક આવી ચડેલા આખલાએ અડફેટે લેતા શેરીમાં બૂમા બૂમ બચી ગઈ હતી.બનાવના પગલે લોકો એકઠા થઈ જતા કોમલબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને તેમના સ્નેહીજનો એ જણાવ્યું હતું કે કોમલબેન કોમામાં સરી પડ્યા છે અને હાલ તેઓ કોઈને ઓળખી શકતા નથી બનાવના પગલે સ્થાનિક લોકોએ પાલિકાના સદસ્યને ઘટના અંગે જાણકારી હતી.
આખલા અને શ્વાનનો ત્રાસ
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત રોજ જ પંચનાથ સોસાયટીમાં રહેતી મહિલાઓ નું ટોળું પાલિકા કચેરીએ ઘસી ગયું હતું. જ્યાં તેઓએ આખલા અને શ્વાનના ત્રાસ અંગેની રજૂઆત પણ કરી હતી. હજી તેને ગણતરીની કલાકો વીતી નથી ત્યાં હરભોલે સોસાયટીમાં આખલાએ માતા પુત્રીને અડફેટે લીધા હતા.દસ દિવસ પહેલા ઘોઘાવદર રોડ પર બાઈક પર જઈ રહેલ દંપતિ આડે આખલો આવી ચડતા સર્જાયેલા અકસ્માતમાં વાછરા ગામના યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter