+

રાજકોટની વિધી ઉપાધ્યાયે સિંગિંગમાં રચ્યો ઈતિહાસ, ગિનિઝ બુકમાં નામ નોંધાવ્યું

રંગીલુ રાજકોટ એમ જ રંગીલુ નથી. રંગીલુ રાજકોટ ખાવા-પીવા અને હરવા ફરવાથી લઈને અનેક સિદ્ધિઓ મેળવવામાં પણ રંગીલુ છે. રાજકોટની એક સિંગરે ઈતિહાસ રચ્યો છે. તેને  શાંતિનો મેસેજ આપવા 100થી વધુ ભાષામાં ‘વી આર વન’ ગ્લોબલ એન્થમ બનાવીને ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું છે.ગિનીઝ બુકમાં સ્થાન મળ્યુંઆ સિંગરનું નામ વિધિ ઉપાધ્યાય છે. જેને વર્ષ 2021 ઓક્ટોબરમાં ગીત લખ્યું હતું અને પોતાના જ સ્વરમાં ‘વી આર વન
રંગીલુ રાજકોટ એમ જ રંગીલુ નથી. રંગીલુ રાજકોટ ખાવા-પીવા અને હરવા ફરવાથી લઈને અનેક સિદ્ધિઓ મેળવવામાં પણ રંગીલુ છે. રાજકોટની એક સિંગરે ઈતિહાસ રચ્યો છે. તેને  શાંતિનો મેસેજ આપવા 100થી વધુ ભાષામાં ‘વી આર વન’ ગ્લોબલ એન્થમ બનાવીને ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું છે.
ગિનીઝ બુકમાં સ્થાન મળ્યું
આ સિંગરનું નામ વિધિ ઉપાધ્યાય છે. જેને વર્ષ 2021 ઓક્ટોબરમાં ગીત લખ્યું હતું અને પોતાના જ સ્વરમાં ‘વી આર વન’ના શિર્ષક હેઠળ એક ગ્લોબલ એન્થમ બનાવ્યું હતું. તેને 250થી વધારે દેશના અલગ અલગ ભાષાનું અનુવાદન કરીને  વસુધૈવ કુટુમ્બકમ અને વિશ્વ શાંતિનો મેસેજ પાઠવ્યો છે. આ ગ્લોબલ એન્થમને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વિધિ ઉપાધ્યાય અત્યારે મુંબઈમાં રહે છે. પણ રાજકોટ તેની જન્મભૂમિ છે.જેને  ‘વી આર વન’ શીર્ષક હેઠળ 100થી વધુ ભાષાનો ઉપયોગ એક ગ્લોબલ એન્થમ બનાવ્યું છે. જે એન્થમે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વિશ્વને શાંતિનો મેસેજ
આ એક એવુ એન્થમ છે જે માત્ર ભારત જ નહીં પણ આ વિશ્વને શાંતિનો સંદેશ આપે છે. આપણે જાણીએ છીએ કે ભારતની એક ફિલોસોફી છે કે વસુધૈવ કુટુમ્બકમ, આ એન્થમ એના પર આધારિત છે. વિધિ ઉપાધ્યાયને માત્ર 3 વર્ષની ઉંમરથી જ સંગીતમાં રૂચિ હતી. પણ તે જ્યારે 11 વર્ષની થઈ ત્યારે તેને તાલિમ લીધી હતી. આજે વિધિ ઉપાધ્યાયની ચર્ચા આખા રાજકોટ સહિત ગુજરાતમાં થઈ રહી છે. કારણ કે પોતાનું જ ગીત બહાર પાડવા અને વિશ્વ સ્તરે નામ હાંસલ કરવું એ જ મારા માટે બહુ ખુશીની વાત છે. વિધિ સિંગર, કંપોઝર, ગીતકાર, મ્યુઝિશિયન, મ્યુઝિક-પ્રોડ્યુસર અને પર્ફોર્મર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter