+

રાજકોટ સરકારી અનાજના ગોડાઉનમાં મોડીરાત્રે આગ ભભૂકી, ગેસના બાટલાઓમાં બ્લાસ્ટના દ્રશ્યો જોવા મળ્યા

રાજકોટ શહેર અને જિલ્લામાં અગાઉ પણ સરકારી ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં ગોંડલ ખાતે મગફળીના ગોડાઉનની આગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી. ત્યારે ગત મોડીરાત્રે રેલ્વે સ્ટેશન પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં મોડીરાતે ભીષણ આગ લાગી હતી. આ આગ લાગતાં ગોડાઉનમાં રહેલા ગેસના બાટલામાં બ્લાસ્ટના લાઈવ દૃશ્યો જોવા મળ્યા હતા. જોકે ચારેક ફાયર ફાઈટરો તાત્કાલિક દોડી àª
રાજકોટ શહેર અને જિલ્લામાં અગાઉ પણ સરકારી ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં ગોંડલ ખાતે મગફળીના ગોડાઉનની આગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી. ત્યારે ગત મોડીરાત્રે રેલ્વે સ્ટેશન પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં મોડીરાતે ભીષણ આગ લાગી હતી. આ આગ લાગતાં ગોડાઉનમાં રહેલા ગેસના બાટલામાં બ્લાસ્ટના લાઈવ દૃશ્યો જોવા મળ્યા હતા. જોકે ચારેક ફાયર ફાઈટરો તાત્કાલિક દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો છે. આ આગ શોટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. 
જાણવા મળતી વિગત મુજબ શહેરના ગાયકવાડી ખાતે રેલ્વે સ્ટેશન પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં મોડીરાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં રહેલા પાંચ જેટલા ગેસના બાટલા પણ આગ લાગવાને કારણે ફાટ્યા હતા. બાટલા ફાટવાના કારણે ધડાકો ખૂબ જ તીવ્ર થયો હતો. જેના કારણે આડોશ પાડોશના લોકો પણ સફાળા જાગી ઊઠ્યા હતા. સમગ્ર મામલાની જાણ ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. 
જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી એક બાદ એક એમ કરી કુલ ચાર જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અને કલાકોની જહેમત બાદ મહામહેનતે આગ પર કાબુ મેળવાયો હતો. જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં એક્સપાયરી થયેલો માલ રાખવામાં આવ્યો હતો. જેના કારણે તંત્રને ખૂબ જ નહિવત નુકસાન થયું હોવાનું હાલ સામે આવ્યું છે. તો બીજીતરફ સમયસર આગ પર કાબુ મેળવવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter