+

શું તમે જાણો છો ક્રિકેટની રમતને સંસ્કૃતમાં શું કહેવાય છે?

શું તમે કંદુક ક્રીડાની કોમેન્ટ્રી સંસ્કૃતમાં સાંભળી છે. કદાચ નહીં સાંભળી હોય. તમને વળી સવાલ થશે કે આ કંદુક ક્રીડા એટલે શું? કંદુક ક્રીડા ક્રિકેટનું સંસ્કૃત નામ છે! રાજકોટમાં જેન્ટલમેન ગેમ ક્રિકેટનો સંસ્કૃત અવતાર લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. મોરબીરોડ પર રતનપર નજીક કંદુક ક્રીડા સ્પર્ધા યોજાઇ. જેનું સૌથી મોટું આકર્ષણ હતું તેનું અસલ સનાતન સ્વરૂપ. બે દિવસ માટે યોજાયેલી આ ટુર્નામેનà
શું તમે કંદુક ક્રીડાની કોમેન્ટ્રી સંસ્કૃતમાં સાંભળી છે. કદાચ નહીં સાંભળી હોય. તમને વળી સવાલ થશે કે આ કંદુક ક્રીડા એટલે શું? કંદુક ક્રીડા ક્રિકેટનું સંસ્કૃત નામ છે! રાજકોટમાં જેન્ટલમેન ગેમ ક્રિકેટનો સંસ્કૃત અવતાર લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. મોરબીરોડ પર રતનપર નજીક કંદુક ક્રીડા સ્પર્ધા યોજાઇ. જેનું સૌથી મોટું આકર્ષણ હતું તેનું અસલ સનાતન સ્વરૂપ. બે દિવસ માટે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો. ન માત્ર સંસ્કૃતમાં કોમેન્ટ્રી પરંતુ તમે આ સ્પર્ધાના પહેરવેશને જોઈને પણ અચંબિત થઈ જશો. 
સ્પર્ધકો એટલે કે ક્રિકેટર્સે આ સ્પર્ધામાં ધોતિયું અને ઝભ્ભો પહેર્યા હતા. એટલું જ નહીં ચાર રન કે છ રન થતાં જ ચિચિયારીઓને બદલે વૈદિક મંત્રોચ્ચાર. છે ને આ કમાલની સ્પર્ધા. પ્રેક્ષકોમાં અને ક્રિકેટ ચાહકોમાં આ સ્પર્ધાએ ભારે ચર્ચા જગાવી છે. ક્રિકેટના T20 ફૉર્મેટના લોકપ્રિય થયા પછી હવે ગલી ક્રિકેટ, 10-10 ક્રિકેટ, બોક્સ ક્રિકેટ અને બીચ ક્રિકેટ જેવા ફૉર્મેટ પણ લોકપ્રિય થઇ રહ્યાં છે. ત્યારે આ નવતર સ્વરૂપ તો સહુથી અનોખું છે. કર્મકાંડ સાથે જોડાયેલાં બ્રહ્મ યુવકો માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. અત્યાર સુધી વૈદિક મંત્રોચ્ચાર, ધોતિયુ ઝભ્ભા સાથે સંસ્કૃત ઉચ્ચાર આ બધું કદાચ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યું હશે. પરંતુ ક્રિકેટમાં પ્રયોગને વ્યાપક પ્રમાણમાં આવકાર મળી રહ્યો છે. એક રીતે આપણી પ્રાચીન ધરોહરસમી ભાષા સંસ્કૃતના પ્રસારને પણ આવા જ આયોજનથી વેગ મળી શકે છે. આધુનિક સમયની સૌથી લોકપ્રિય રમત સાથે સૌથી પ્રાચીન ભાષાનું આ રસપ્રદ જોડાણ લોકોને મજા કરાવી રહ્યું છે. આ પ્રકારે ભવિષ્યમાં વધુ આયોજન થાય તો પણ નવાઇ નહીં.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter