+

જેલવાસ બાદ પણ ઓછી નથી થઇ દેવાયતની લોકપ્રિયતા, કહ્યું- ઝુકેગા નહીં સાલા

સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 મહિનાથી લોકસાહિત્યકાર દેવાયત ખવડને જેલવાસ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. રાણો રાણાની રીતે લોકસાહિત્યકાર હવે જેલવાસમાંથી મુક્ત થયા બાદ ફરી ડાયરાની મોજમાં વ્યસ્ત થયો છે. જેલવાસ ભોગવ્યા બાદ દેવાયત ખવડનો આ પહેલો ડાયરો હતો, જેમાં તે શું બોલશે અને તેના હાવભાવ કેવા હશે તેના પર સૌ કોઇની નજર હતી. ત્યારે ફરી એક વખત તે પોતાના જુના જ અંદાજમાં જોવા મળ્યો હતો. હજુ પ
સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 મહિનાથી લોકસાહિત્યકાર દેવાયત ખવડને જેલવાસ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. રાણો રાણાની રીતે લોકસાહિત્યકાર હવે જેલવાસમાંથી મુક્ત થયા બાદ ફરી ડાયરાની મોજમાં વ્યસ્ત થયો છે. જેલવાસ ભોગવ્યા બાદ દેવાયત ખવડનો આ પહેલો ડાયરો હતો, જેમાં તે શું બોલશે અને તેના હાવભાવ કેવા હશે તેના પર સૌ કોઇની નજર હતી. ત્યારે ફરી એક વખત તે પોતાના જુના જ અંદાજમાં જોવા મળ્યો હતો. 
હજુ પણ કહું છું ઝૂકેંગા નહીં સાલા : દેવાયત ખવડ
દેવાયત ખવડ સૌરાષ્ટ્રમાં એક લોકપ્રિય ચહેરો છે. તેઓ ડાયરા મારફતે મોટી જનમેદની ભેગી કરવામાં હરહંમેશ સફળ રહે છે. ગત વર્ષે 7 ડિસેમ્બર 2022 ના રોજ દેવાયત ખવડ સહિતના વ્યક્તિઓએ રાજકોટના સર્વેશ્વર ચોક પાસે મયુરસિંહ રાણા ઉપર હુમલો કર્યો હતો. જે પછી દેવાયત ખવડના ખરાબ દિવસો શરૂ થઇ ગયા હતા. જોકે, તેમણે પોતે પોલીસ સમક્ષ સરન્ડર કર્યું હતું. હવે ગત અઠવાડિયે જ દેવાયતને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. જે મુજબ તેઓ 6 મહિના સુધી રાજકોટમાં પ્રવેશ કરી શકશે નહીં. ત્યારે દેવાયત ખવડ રવિવારના રોજ ભાવનગર ખાતે આવેલા કોલંબા ધામ ખાતે ભવ્ય લોકડાયરામાં જોવા મળ્યા હતા. જ્યા મોટી સંખ્યામાં લોકો તેમનો ડાયરો સાંભળવા એકઠા થયા હતા. આ ડાયરા દરમિયાન દેવાયત ખવડ જેલમાંથી છૂટ્યા બાદ પોતાનો પ્રથમ લોક ડાયરામાં પોતાના ચાહક વર્ગને કહ્યું હતું કે, જેલમાંથી છૂટ્યા બાદનો મારો પ્રથમ લોકડાયરો છે. હજુ પણ કહું છું ઝૂકેંગા નહીં સાલા.
અગાઉ ગુન્હા નોંધાઈ ચુક્યા છે
પોલીસ દ્વારા જે રેકર્ડ રજૂ કરવામાં આવ્યા છે તે મુજબ દેવાયત ખવડ (Devayat Khavad) વિરુદ્ધ 2015માં ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે કલમ 325 હેઠળ મારા મારીનો ગુનો નોંધાયો છે. 2015માં મુળી પોલીસ સ્ટેશન ખાતે 307 અને આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે તો 2018 માં સુરેન્દ્રનગરના B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે અદાલત દ્વારા આગામી સુનવણી 17મી ડિસેમ્બર ના રોજ રાખવામાં આવી છે.

પોલીસ સમક્ષ સરેન્ડર

રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.

શું હતો સમગ્ર મામલો?

ગત વર્ષે સાતમી ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ અને અન્ય બે વ્યક્તિઓએ મયુરસિંહ રાણા કે જે પોતાની ઓફિસથી તેમના પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અધવચ્ચે તેમને કારમાંથી ઉતારી ધોકા વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. આ હુમલા બાદ ઈજાગ્રસ્ત મયુરસિંહ રાણાના રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે અહીંથી તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. જે ગુનો નોંધાયા બાદ આઠ થી દસ દિવસ સુધી તમામ આરોપીઓ ફરાર રહ્યા હતા. પોલીસ એક પણ આરોપીને સામેથી પકડી શકી નહોતી. તમામ આરોપીઓ થોડા દિવસો બાદ એક બાદ એક કરી પોલીસ સમક્ષ સામેથી હાજર થયા હતા.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter