+

રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમના બાળકને પોતાના દત્તક માતા-પિતાને સોંપતા કલેકટર

રાજકોટની સેવા સંસ્થા શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના માતા-પિતાથી વંચિત એવા બાળકને આજે રાજકોટના દંપતી દ્વારા દત્તક વિધાન મુજબ કાયદાકીય રીતે દત્તક લેવામાં આવ્યુ છે. આ બાળકને કલેક્ટરશ્રીના હસ્તે તેમના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યુ હતુ. બાળકને પરિવાર મળતાં કલેકટરશ્રી, સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મીઓ સર્વેએ આનંદની લાગણી વ્યક્ત હતી અને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તેમ
રાજકોટની સેવા સંસ્થા શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના માતા-પિતાથી વંચિત એવા બાળકને આજે રાજકોટના દંપતી દ્વારા દત્તક વિધાન મુજબ કાયદાકીય રીતે દત્તક લેવામાં આવ્યુ છે. આ બાળકને કલેક્ટરશ્રીના હસ્તે તેમના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યુ હતુ. બાળકને પરિવાર મળતાં કલેકટરશ્રી, સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મીઓ સર્વેએ આનંદની લાગણી વ્યક્ત હતી અને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તેમના માતા-પિતાને સોંપ્યા હતા.
કલેક્ટર દ્વારા આપવામાં આવે છે દત્તક
શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટના આશરે 750 જેટલા બાળકો હાલ સુધીમાં દેશ-વિદેશમાં દત્તક લેવામાં આવ્યા છે. દત્તક વિધાનની નવી પ્રક્રિયા પ્રમાણે કોર્ટના બદલે કલેક્ટરશ્રી દ્વારા દત્તક આપવા માટેનો ઓર્ડર કરવામાં આવે છે. જે અનુસાર આજે રાજકોટ જિલ્લામાં ત્રીજું બાળક જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા અધિકારીની મદદથી પોતાના ઘરે પહોંચી શકયુ છે. પરિવાર સાથેના મેળાપના શુભ પ્રસંગે કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ બાળકને દત્તક લેનાર માતા-પિતાને શુભેચ્છાઓ આપી બાળક દ્વારા તેમના પરિવારમાં આવનારી ખુશાલી અને તેમના થકી બાળકોના ઉજ્વળ ભવિષ્ય વિશેની કામના વ્યક્ત કરી હતી.
દત્તકવિધાનની પ્રક્રિયાથી અજાણ
સમાજમાં હાલની પરિસ્થિતિમાં જોવા મળતી વંધ્યત્વની બીમારીને લીધે પોતાના બાળકની આશાએ ઘણીવાર દંપતિઓ અંધશ્રદ્ધાના માર્ગે પણ વળી જતા હોય છે ત્યારે આ દંપતિને એક દીકરી હોવા છતાં આ બાળકને દત્તક લઇ સમાજને એક આદર્શ રાહ ચીંધ્યો છે. અન્ય દંપતિઓ પણ આ આદર્શ માર્ગ પર પોતાના ભવિષ્યની કેડી કંડારી એક માતા-પિતા વિહીન બાળકને પોતાનો સહારો આપી શકે છે અને એ બાળકના જીવનને તેમજ પોતાના પરિવારને પણ સુખમય બનાવી શકે છે. ઘણીવાર દત્તક લેવા ઇચ્છતા દંપતિઓમાં દત્તકવિધાનની પ્રક્રિયા વિશે સ્પષ્ટતાપૂર્વકની સમજણ ન હોવાને કારણે તકલીફો પણ જાણવા મળી છે.
બાળક દત્તક લેવાની પ્રક્રિયા શું છે?.
જે કોઇ દંપતી બાળકને દત્તક લેવા ઇચ્છતું હોય તે દંપતિએ સૌપ્રથમ www.cara.nic.in સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં પાનકાર્ડ, આધારકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, મેડિકલ રિપોર્ટ, ઇન્કમટેક્સ રિટર્ન, પોલીસ ક્લીયરન્સ અને બંનેનો ફોટો અપલોડ કરવાના હોય છે, ત્યારબાદ દંપતીને દીકરો કે દીકરી અંગેની પસંદગી માટે પણ તેમાં ઓપ્શન આપવામાં આવેલ હોય છે. સાઇટ પર જ  બાળકને  દત્તક લેવા માટેના  કોઈપણ ત્રણ રાજ્યની પસંદગી અને સંસ્થાની પસંદગી પણ કરવામાં આવે છે. આ રજિસ્ટ્રેશન બાદ સાઇટ દ્વારા જ પતિ-પત્નીના ઉંમરના સરવાળાના આધારે તેમને કેટલા વર્ષ સુધીનું બાળક દત્તક લઇ શકાય છે તેના વિશેની માહિતી આપવામાં આવે છે.
તદુપરાંત સાઇટ પર દંપતી ટ્વીન કે સિંગલ  બાળક અંગેની પોતાની પ્રાથમિકતા પણ જણાવી શકે છે. આ આધારે કારા દ્વારા દંપતીને અનુરૂપ બાળકો  વિશે જણાવવામાં આવે છે, જેમાંથી દંપતી બાળકની પસંદગી કરી શકે છે. રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા બાદ દંપતિનું સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથેનું ડોઝિયર તૈયાર થાય છે. દંપતિનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે તેમજ તેમનો હોમ સ્ટડી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ એડોપ્શન કમિટી દ્વારા દંપતીનો ઇન્ટરવ્યુ અને હોમ વિઝીટ કરવામાં આવે છે. આ પ્રક્રિયાના અંતે એલિજિબલ થતા દંપતીને બાળક દત્તક લેવા માટેની માન્યતા મળે છે. આ માન્યતામાં પ્રથમ સ્તરે ફોસ્ટર કેર એટલે કે બાળકના પાલન-પોષણ માટેની માન્યતા મળે છે. ફોસ્ટર કેરની મંજૂરી બાદ બાળકને દત્તક લેવા માટેની પ્રક્રિયા કરી તપાસ  બાદ  જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બાળક દત્તક આપવાનો ઓર્ડર દંપતીને આપવામાં આવે છે.
બાળક દત્તક કોણ લઈ શકે છે?
કોઈ પણ દંપતિ પોતાના ત્રણ બાળકો સુધી અન્ય બાળકને દત્તક લઈ શકે છે, જો દંપતીને પોતાના ત્રણ બાળકો હોય તો તે ચોથા  બાળકને દત્તક લઈ શકે નહીં. આમ, દત્તકવિધાન વિશેની સાચી સમજ એક કરને પારણું ઝુલાવવાનો અવસર અને એક બાળકને માતા-પિતાની છત્રછાયા મેળવવાની પ્રક્રિયાનો સમન્વય થઇ પરિવારને ખુશી આપવા માટેનું માધ્યમ બની શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter