+

ગોંડલના વેરી તળાવમાં શિયાળુ વિદેશી પક્ષીઓનું આગમન

ગોંડલ (Gondal)ના વેરી તળાવમાં શિયાળુ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. વેરી તળાવમાં વિવિધ જાતના 40 થી વધારે પ્રજાતીના પક્ષી જોવા મળી રહ્યા છે.વેરી તળાવમાં શિયાળુ પ્રવાસી પક્ષીઓનું આગમનગોંડલના સિનિયર પક્ષીપ્રેમી હિતેશભાઈ દવે એ જણાવ્યું હતું કે વર્ષોથી ગોંડલના વેરી તળાવમાં શિયાળુ પ્રવાસી પક્ષીઓનું આગમન થાય છે. છેલ્લા 35 થી વધારે વર્ષોથી ગોંડલ તેમજ આસપાસ ના તળાવો પર આવતા વિદેશી પક્ષીઓનà«
ગોંડલ (Gondal)ના વેરી તળાવમાં શિયાળુ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. વેરી તળાવમાં વિવિધ જાતના 40 થી વધારે પ્રજાતીના પક્ષી જોવા મળી રહ્યા છે.
વેરી તળાવમાં શિયાળુ પ્રવાસી પક્ષીઓનું આગમન
ગોંડલના સિનિયર પક્ષીપ્રેમી હિતેશભાઈ દવે એ જણાવ્યું હતું કે વર્ષોથી ગોંડલના વેરી તળાવમાં શિયાળુ પ્રવાસી પક્ષીઓનું આગમન થાય છે. છેલ્લા 35 થી વધારે વર્ષોથી ગોંડલ તેમજ આસપાસ ના તળાવો પર આવતા વિદેશી પક્ષીઓની નોંધ રાખવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી રાજકોટ જિલ્લાના મોટા ભાગના તળાવો આસપાસ ગેરકાયદેસર એંક્રોન્ચમેન્ટ અને મચ્છીમારી ના કારણે સૌરાષ્ટ્રમાં શિયાળો પસાર કરવા આવતા આ વિદેશી મહેમાનોની સંખ્યામાં ખુબજ ઘટાડો થયો છે.
વિવિધ પ્રકારના પક્ષી
હાલમાં વેરી તળાવ ખાતે બરહેડેડ ગુસ,રુડી શેલ્ડક,મલાર્ડ ડક, પેલીકન્સ,ફ્લેમિંગો,વાબગલી,ઘોમડાં,કાંજીયા, બ્લેક આઈબીસ,વ્હાઇટ આઈબીસ,ગ્લોસી આઈબીસ,પેન્ટેડ સ્ટોર્ક,ઓપન બિલ સ્ટોર્ક,કોમન ડક,ટિલિયાળી બતક,શોવેલર બતક,પીનટેઇલ બતક,ગજપાઉ,કિંગફિશર, પ્લોવર,નકટા બતક,ગાર્ગેનિ બતક,ટફટેડ પોચાર્ડ,કોમન પોચાર્ડ,કૂટ,સ્પૂનબીલ,ગ્રે હેરોન,પર્પલ હેરોન,નાના મોટા બગલા,કોમન કુંજ વગેરે વિવિધ જાતના દેશી અને વિદેશી પક્ષીઓ ગોંડલ વેરી તળાવ ના મહેમાન બન્યા છે.

મહેમાનોને સાચવવા અપિલ
 પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે વન વિભાગ અને સ્થાનિક ખેડૂતો અને લોકોને વિનંતી કરી છે કે વિદેશ થી શિયાળો ગાળવા આવતા આ પરદેશી પારેવડા ને સલામતી,નિર્ભયતા અને કોઈ નુકશાન ન થાય અને તેઓ સુખરૂપ પરત પોતાના દેશ સ્થળે પરત પહોંચી જાય તે તકેદારી રાખી કાઠિયાવાડની મહેમાનગતિ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter