+

શું તમે રાજકોટમાં ટ્રાફિકથી પરેશાન છો તો આ App તમારા માટે જ છે

રાજકોટ શહેર અને જિલ્લામાં દિવસે દિવસેને ટ્રાફિક સમસ્યા વધી રહી છે. રાજકોટ પોલીસ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેમાં તમે ઘરેથી નીકળ્યા પહેલા જોઈ શકશો કે રસ્તામાં ટ્રાફિક છે કે નહીં અને ટ્રાફિક છે તો કેટલું છે કેટલી વાર લાગશે તેમની સમગ્ર માહિતી આ એપ્લિકેશનમાં મળશે. સાથે જ રસ્તામાં કયા અકસ્માત થયો કે નહીં કે રસ્તાનું કામ આવી રહ્યું છે અને ઘરેથી નીકળà
રાજકોટ શહેર અને જિલ્લામાં દિવસે દિવસેને ટ્રાફિક સમસ્યા વધી રહી છે. રાજકોટ પોલીસ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેમાં તમે ઘરેથી નીકળ્યા પહેલા જોઈ શકશો કે રસ્તામાં ટ્રાફિક છે કે નહીં અને ટ્રાફિક છે તો કેટલું છે કેટલી વાર લાગશે તેમની સમગ્ર માહિતી આ એપ્લિકેશનમાં મળશે. સાથે જ રસ્તામાં કયા અકસ્માત થયો કે નહીં કે રસ્તાનું કામ આવી રહ્યું છે અને ઘરેથી નીકળ્યા પહેલા જ તમે જોઈ શકશો કે રસ્તામાં ટ્રાફિક છે કે નહીં તેની પણ જાણકારી મેળવી શકશો. 
સ્વાભાવિક છે કે રોડ રસ્તાઓ પર ટ્રાફિકમાં વધારો થાય, ત્યારે આ ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે રાજકોટ પોલીસ દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો ગુજરાતમાં પ્રથમ રાજકોટ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ટ્રાફિક એપ એપ્લિકેશન છે મેપમાય ઈન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલ મેપલ્સ મોબાઈલ એપ જેમ તમને માત્ર એક ક્લિકમાં પર લોકોને ક્યા રસ્તા પર કેટલુ ટ્રાફિકજામ છે અને ક્યો રસ્તો બંધ છે તે અંગે સમગ્ર માહિતી મળી શકશે. રાજકોટ ગુજરાતનું સૌપ્રથમ શહેર બનશે જેને આ પ્રકારની એપ્લિકેશન મળવા જઈ રહી છે.
વાહનચાલકો દ્વારા મેપલ્સ એપ્લિકેશન દ્વારા એપ્લિકેશન સમગ્ર માહિતી આપવામાં આવી છે. જેમાં રોડ રસ્તા ઉપર કેટલો ટ્રાફિક છે, કેટલા સમયથી ટ્રાફિક છે, તેમજ એપ્લિકેશનમાં તમારા વાહનની સ્પીડ પણ સેટ કરી શકશો, એપ્લિકેશન માટે વિવિધ ફરિયાદો પણ કરી શકશો, અકસ્માતની ઇમરજન્સી ફરિયાદ પણ કરી શકશો. આ એપ્લિકેશનનું સમગ્ર સંચાલન રાજકોટ ટ્રાફિક પોલીસ કરશે, રોડ પર કેટલા સ્પીડ બ્રેકર હશે તેની પણ માહિતી મળશે સહિતની વિવિધ માહિતીઓ આ એપ્લિકેશન પર મળશે. સાથે જ વાહન ચાલકો મેપલ્સ એપ્લિકેશન પરથી પણ  માહિતી મેળવી શકશે. આ સેવાનો લાભ મેળવનારા દેશના કેટલાક શહેરોમાંથી રાજકોટની પસંદગી કરાઇ છે. અને આ એપ્લિકેશન રાજકોટ શહેર પોલીસ કમિશનર અને મેપ શો ઇન્ડિયાના પ્રતિનિધિ દ્વારા રાજકોટ શહેર પોલીસ સાથે એમઓયુ કરવામાં આવ્યો હતું અને આ એપ્લિકેશન ચાર થી છ વીકમાં એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવશે અને રાજકોટના લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે.
વધુમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, વિવિધ શહેરોમાં રોજે રોજ ટ્રાફિકની સમસ્યા વધે છે, ત્યારે આજે રાજકોટ પોલીસ દ્વારા એક ટેકનોલોજીના માધ્યમથી ટ્રાફિક સમસ્યા કેમ હળવી થાય તે અંગે રાજકોટ પોલીસે આજે નવો પ્રયોગ કર્યો છે અને આ પ્રયોગ ગુજરાતમાં સૌપ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો છે અને હું આશા રાખું છું કે રાજકોટના વધુમાં વધુ લોકો ડાઉનલોડ કરે અને આ એપ્લિકેશનનો ઉપયોગ કરે તેવી વિનંતી પણ કરી હતી. આપણે સૌ જાણીએ છીએ કે મોબાઈલ વગર આજે દરેક કામ અધુરૂ છે. ત્યારે આજે મોબાઈલ પર માત્ર એક ક્લીક કરીને આપણે આપણા ડેસ્ટિનેશનમાં આવતી તમામ મુશ્કેલીઓની જાણકારી પહેલાથી જ મેળવી શકીએ તો કેટલું સરસ. આ એપ પર તમામ પ્રકારની માહિતી મળી શકશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter