+

રાજકોટ ઝૂમાં સફેદ વાઘણે 2 બચ્ચાંને આપ્યો જન્મ

રાજકોટ (Rajkot) પ્રાણી ઉદ્યાન ખાતે બે નવા મહેમાનનું આગમન થયું છે. ઝૂ (Zoo)માં  સફેદ માદા વાઘણ કાવેરીએ બે બાળને જન્મ આપ્યો છે. વાઘના બે બાળ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.  ઝૂમાં મુલાકાતીઓનો ધસારો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉતà
રાજકોટ (Rajkot) પ્રાણી ઉદ્યાન ખાતે બે નવા મહેમાનનું આગમન થયું છે. ઝૂ (Zoo)માં  સફેદ માદા વાઘણ કાવેરીએ બે બાળને જન્મ આપ્યો છે. વાઘના બે બાળ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 
 
ઝૂમાં મુલાકાતીઓનો ધસારો 
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવે છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.
ઝૂ ખાતે 2 બાળનો જન્મ
સફેદ વાઘ નર દિવાકર તથા સફેદ માદા વાઘણ કાવેરીના સંવનનથી ૧૦૮ દિવસના ગર્ભાવસ્‍થાના અંતે કાવેરી વાઘણ દ્વારા પ્રથમ વખત 5 તારીખે સવારના સમયે બે સફેદ વાઘ બાળનો જન્‍મ થયો છે. માતા કાવેરી દ્વારા બચ્‍ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્‍ત છે.  ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્‍ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્‍ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. હાલ ઠંડીની ઋતુ ચાલતી હોવાથી બચ્ચાઓને ઠંડી ન લાગે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અગાઉ 2 નર વાઘનો જન્મ થયો હતો
સામાન્‍ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્‍ચાંને જન્‍મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્‍સામાં એક બચ્‍ચું અથવા ચારથી પાંચ બચ્‍ચાંઓ જન્‍મતા હોય છે. ચાલુ વર્ષે નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી 18મેના  રોજ સફેદ વાઘ બાળ 2 નરનો જન્‍મ થયો હતો જે હાલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.  

અત્યાર સુધી 13 વાઘ બાળનો જન્મ
રાજકોટ ઝૂ ખાતે અત્‍યાર સુધીમાં કુલ 13  (તેર) સફેદ વાઘ બાળનો જન્‍મ થયો છે જેમાંથી ગાયત્રી વાઘણે 10 બચ્‍ચાને જન્‍મ આપ્યો છે, જ્યારે યશોધરા વાઘણે 1 બચ્‍ચાને તથા  કાવેરી વાઘણે 2 બચ્‍ચાંને જન્‍મ આપ્યો છે.  
અન્ય ઝૂને પણ અપાયા સફેદ વાઘ
રાજકોટ ઝૂ દ્વારા અન્‍ય ઝૂને સફેદ વાઘ આપવામાં આવ્યા છે. જેમાં કાકરીયા ઝૂને 1 માદા વાઘ. પંજાબના છતબીર ઝૂને 1 માદા વાઘ, પૂનાના રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્કને 1 માદા વાઘ, ગાંધીનગર ઇન્દ્રોડા નેચર પાર્કને 1 માદા અને 1 નર વાઘ તથા સુરતના ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ઝુલોજીકલ ગાર્ડનને પણ 1 માદા વાઘ અને 1 નર વાઘ આપવામાં આવ્યા છે. 
 હાલ સફેદ 8 વાઘ 
રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહ્યું છે. હાલ ઝૂ ખાતે સફેદ વાઘબાળ 2 નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 8 થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-1, પુખ્ત માદા-3 તથા બચ્ચા-4નો સમાવેશ થાય છે.
ઝૂમાં 519 પ્રાણી
હાલ ઝૂ ખાતે જુદી જુદી 61 પ્રજાતિઓનાં 519 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter