+

કચરામાંથી ઉત્પન થશે વીજળી, શું છે આ પ્રોજેક્ટ, જાણો આ અહેવાલમાં

રાજકોટ મનપા દ્વારા કચરામાંથી વીજળી ઉત્પન કરતો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન 251 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે. જો કે હાલ તો આ પ્લાન 60 ટકા જેટલો પૂરો થઈ ગયો છે. અને તેના પર કામગીરી ચાલી રહી છે. આ પ્લાન શરૂ થયા બાદ વીજળીનું ઉત્પન થઈ શકશે ત્યારે આ મામલે મનપાના મેયરે જણાવ્યું હતું કે રાજકોટ સ્વચ્છ શહેર બને તે માટે અમે પ્રયાસ કરીએ છીએ.આપણે સ્વચ્છતામાં ઈન્ડિયામાં 7માà
રાજકોટ મનપા દ્વારા કચરામાંથી વીજળી ઉત્પન કરતો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન 251 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે. જો કે હાલ તો આ પ્લાન 60 ટકા જેટલો પૂરો થઈ ગયો છે. અને તેના પર કામગીરી ચાલી રહી છે. આ પ્લાન શરૂ થયા બાદ વીજળીનું ઉત્પન થઈ શકશે ત્યારે આ મામલે મનપાના મેયરે જણાવ્યું હતું કે રાજકોટ સ્વચ્છ શહેર બને તે માટે અમે પ્રયાસ કરીએ છીએ.
આપણે સ્વચ્છતામાં ઈન્ડિયામાં 7માં ક્રમે છીએ અને એમાં પણ આગળ આવીએ ત્યારે શહેરમાંથી કચરાનો નિકાલ થાય અને તે કચરામાંથી વીજળી ઉત્પન થાય તે આપણા માટે ગૌરવની વાત છે. એક હજાર ટન કેપેસિટિનો પ્લાન છે. આપણા રાજકોટ શહેરમાંથી રોજ 600 ટન કચરાનો નિકાલ થાય છે. તેથી આગામી 25 વર્ષ સુધીની યોજના બનાવીને એક હજાર ટન કેપેસિટિના પ્લાનની કામગીરી ચાલી રહી છે.
આ પ્લાનનું આવતા વર્ષે લોકાર્પણ કરીને દર કલાકે 15 મેગાવોટ વીજળી ઉત્પન થશે એટલે કે દરરોજ મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન થશે ત્યાં ફુટબોલ ગ્રાઉન્ડ પણ બનાવ્યું છે. કાફેટ એરિયા પણ બનાવેલો છે. જે જેથી વિદ્યાર્થીઓ અહિંયા આવી શકે અને પ્લાનની જાણકારી મેળવી શકે. પર્યાવરણનું જતન કરીએ અને વાતાવરણને સ્વચ્છ બનાવીએ તે માટે આ પ્લાન ખુબ જ સારામાં સારો છે અને મદદરૂપ થશે. જો આપણે રાજકોટ શહેરને સ્વચ્છ રાખવું હોય તો દરેક નાગરિકની ફરજ છે કે તે જ્યાં ત્યા કચરો ન નાખે અને સ્વચ્છ રાજકોટ બનાવવામાં મદદ કરે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા નાકરાવાડી સાઇટ ખાતે ઘન કચરાના નિકાલ માટે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની ચાલી રહેલી કામગીરીની મેયર ડો.પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓએ વિઝીટ કરી હતી. આ પ્લાન્ટનું 60 ટકા કામ પૂર્ણ થયું છે, પ્લાન્ટ કાર્યરત થતા દરરોજ 1000 ટન ઘન કચરાનો નિકાલ કરી વિજળી ઉત્પન કરવામાં આવશે. આમ રાજકોટ શહેરમાં હવે ટૂંક સમયમાં કચરામાંથી વીજળી બનશે.જ્યારે આ પ્લાન્ટ કાર્યરત થશે ત્યારે દરરોજ 1000 ટન ઘન કચરાનો નિકાલ કરી વિજળી ઉત્પન કરી શકાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter