+

રાજકોટમાં યોગા ટીચર સાથે વિકૃતિ આચરનાર રીઢો શખ્સ ઝડપાયો

કુસ્તીમાં ગોલ્ડ મેડલીસ્ટ કૌશલ પીપળીયાને ઝડપી પાડ્યોસવારે વોકિંગ કરતી મહિલા યુવતીઓની છેડતી કરતો100 જેટલી મહિલા છેડતી કરી હોવાની કબૂલાતરાજકોટમાં અક્ષરમાર્ગ પર  ગઈ તા. 22/11/2022ના સવારના પોણા સાતેક વાગ્યાની આસપાસ મહીલા પોતાના કામ કરવાના સ્થળે જતા હતા ત્યારે બીલ્ડીંગના લીફટ પાસે એક અજાણ્યા ઈસમે મહિલાને પોતાના પ્રાઈવેટ પાર્ટસ બતાવીને બિભત્સ હરકતો અડપલા કરતા મહિલાએ પ્રતિકાર કરતા શખà«
  • કુસ્તીમાં ગોલ્ડ મેડલીસ્ટ કૌશલ પીપળીયાને ઝડપી પાડ્યો
  • સવારે વોકિંગ કરતી મહિલા યુવતીઓની છેડતી કરતો
  • 100 જેટલી મહિલા છેડતી કરી હોવાની કબૂલાત
રાજકોટમાં અક્ષરમાર્ગ પર  ગઈ તા. 22/11/2022ના સવારના પોણા સાતેક વાગ્યાની આસપાસ મહીલા પોતાના કામ કરવાના સ્થળે જતા હતા ત્યારે બીલ્ડીંગના લીફટ પાસે એક અજાણ્યા ઈસમે મહિલાને પોતાના પ્રાઈવેટ પાર્ટસ બતાવીને બિભત્સ હરકતો અડપલા કરતા મહિલાએ પ્રતિકાર કરતા શખ્સ મહિલાને મારમારીને ભાગી ગયેલ હતો.
1500થી વધારે CCTV તપાસાયા
બનાવ સંદર્ભે  માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીને શોધી કાઢવા માટે ટીમો બનાવી હતી પણ આરોપી ચાલાકીથી CCTV કેમેરાથી બચતો હતો. પરંતુ પોલીસે આશરે 1500થી વધારે CCTV કેમેરા ચેક કરી આરોપી પર શિકંજો કરી લીધો હતો. આરોપી કૌશલ રમેશભાઈ પીપળીયા (રહે – દેવપરા વિશાખા ગોલ્ડ એપા. ફલેટ)ને તેના ફ્લેટના પાર્કિંગમાંથી ઝડપી લીધો હતો.
માનસિક વિકૃત આરોપી, જેલમાં પણ જઈ આવ્યો છે
આરોપીની પુછપરછ દરમ્યાન એવી ચોકવનારી હકીકત જાણવા મળેક કે, માનસિક વિકૃત આરોપી વહેલી સવરના વોકીંગમાં નીકળતી એકલી મહીલાઓની છેડતી કરી વિકૃત આનંદ લેતો હતો. તેણે અલગ-અલગ 70 થી 80 મહિલાઓની પજવણી કરી હોવાનું પણ સામે આવ્યું હતું. આરોપી સામે રાજકોટમાં બે ગુન્હાઓ પણ નોંધાઈ ચુક્યા હતા. જેલની હવા પણ ખાઈ ચુક્યો છે પણ જેલમાંથી છુટ્યા બાદ ફરી વિકૃત આનંદ મેળવવાની પ્રવૃત્તિ છોડી નહોતી. 
ગોલ્ડ મેડલ પણ જીતી ચુક્યો છે
જ્યારે વિશેષ પુછપરછમાં  આરોપી રેગ્યુલર શેઠ હાઈસ્કુલમાં આવેલ જીમમાં કસરત કરવા જતો અને ખુબજ મજબુત બાંધો બનાવેલ અને આરોપી ગુજરાત રાજય લેવેલ 74 ક્રી.ગા.ની ફી સ્ટાઈલ કુસ્તીમાં વર્ષ 2016, 2017, 2018, 2019 એમ કુલ ચાર વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter