+

મગજની બીમારીથી પીડિત 84 વર્ષીય વૃધ્ધાને એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખસેડાયા

રાજકોટમાં 108 ઈમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સ સેવા દ્વારા વધુ એક દર્દીનો જીવ બચાવવા માટે રાજકોટથી મુંબઈ વધુ સારવાર અર્થે મોકલવામાં સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવી હતી.108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝરશ્રી વિરલ ભટ્ટે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરની ખાનગી હોસ્પિટલમાં 84 વર્ષીય નીતાબેન મહેયા સારવાર હેઠળ હતા. દર્દીને મગજમાં ચેતાતંતુના ઈન્ફેકશનના કà
રાજકોટમાં 108 ઈમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સ સેવા દ્વારા વધુ એક દર્દીનો જીવ બચાવવા માટે રાજકોટથી મુંબઈ વધુ સારવાર અર્થે મોકલવામાં સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવી હતી.
108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝરશ્રી વિરલ ભટ્ટે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરની ખાનગી હોસ્પિટલમાં 84 વર્ષીય નીતાબેન મહેયા સારવાર હેઠળ હતા. દર્દીને મગજમાં ચેતાતંતુના ઈન્ફેકશનના કારણે ભાન ભૂલી ગયેલા હતા, જેના લીધે દર્દી બેભાન થઈ ગયા હતા અને આંચકી – ખેંચ ઉપડી ગઈ હોવાથી તેમને વધુ સારવાર અર્થે તત્કાલ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઉભી થઈ હતી. દર્દીનો જીવ બચાવવા એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખસેડવાનું નક્કી થયું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, 108ને આ અંગે માહિતી મળતા ઈ.આર.સી.પી ડો. મહેતાના માર્ગદર્શન હેઠળ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવના ડોડીયા તેમજ પાયલોટ વિશ્વજીતભાઈએ 108 એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલ થી સલામત રીતે દર્દીને રાજકોટ એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા.
ઉલ્લેખનિય છે કે, આ પ્રક્રિયામાં 108 ઇમરજન્સી સેવાની ટીમે મહત્વની ભૂમિકા  નિભાવી હતી. ૧૦૮ ટીમની આ સેવા બદલ દર્દીના સ્વજનોએ રાજકોટની ૧૦૮ ઇમરજન્સી સેવા તેમજ કોલ સેન્ટરના અધિકારીઓનો આભાર માન્યો હતો સાથે સાથે 108 ઈમરજન્સી સેવાની ઉત્કૃષ્ટ કામગીરીને પણ બિરદાવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter