+

રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે યુવક પકડાયો

રાજકોટ (Rajkot) શહેર પોલીસે વિદેશી દારૂના વેપાર સામે લાલ આંખ કરતા નશાખોરો ડ્રગ્સ ( Drugs)ના રવાડે ચડ્યા છે અને શહેરમાં ડ્રગ્સનું સેવન કરતા યુવાવર્ગની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ એસઓજી દ્વારા અગાઉ ડ્રગ્સ છોડીને પોલીસ ભરતીની તૈયારીઓ કરતી યુવતિને ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવી હતી. જેમાં તેણી પેડલર બની હોવાનું સામે આવતા પોલીસે તેના સપ્લાયરને પણ ઝડપી લીધો હતો. ત્યારે આજે વધ
રાજકોટ (Rajkot) શહેર પોલીસે વિદેશી દારૂના વેપાર સામે લાલ આંખ કરતા નશાખોરો ડ્રગ્સ ( Drugs)ના રવાડે ચડ્યા છે અને શહેરમાં ડ્રગ્સનું સેવન કરતા યુવાવર્ગની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ એસઓજી દ્વારા અગાઉ ડ્રગ્સ છોડીને પોલીસ ભરતીની તૈયારીઓ કરતી યુવતિને ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવી હતી. જેમાં તેણી પેડલર બની હોવાનું સામે આવતા પોલીસે તેના સપ્લાયરને પણ ઝડપી લીધો હતો. ત્યારે આજે વધુ એક પેડલર એસઓજી પોલીસના હાથે મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનાં જથ્થા સાથે ઝડપાયો છે. જેને લઈને પોલીસે નારકોટિક્સની કલમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. 
જ્યુબિલિ ગાર્ડનમાંથી પકડ્યો 
જાણવા મળતી વિગત મુજબ શહેરમાંથી ડ્રગ્સનાં દુષણને દૂર કરવા માટે પોલીસ દ્વારા સઘન ઝૂમ્બેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે જ્યુબિલિ ગાર્ડનમાં એક યુવક મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનાં જથ્થા સાથે ફરતો હોવાની ચોક્કસ માહિતી એસઓજી પોલીસને મળી હતી. જેને આધારે દારોડો પાડી પોલીસે સિકંદર ઈશાક શેખ નામના ઈસમને 29 ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ કિંમત રૂ. 2.90 લાખનાં જથ્થા સાથે રંગેહાથ દબોચી લીધો છે. અને આરોપી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો તેમજ કોને આપવાનો હતો સહિતના મુદ્દે તેની પૂછતાછ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter