+

માવઠાથી મુશ્કેલી, ગોંડલ તાલુકામાં ખેડૂતોના જાયદ પાકો પર પાણી ફરી વળ્યું

કુદરત રૂઠે ત્યાં કોને કરવી ફરિયાદ...આ શબ્દો ગોંડલ (Gondal) તાલુકાના પાંચિયાવદર ગામના ખેડૂતોના છે જ્યાં ગઈ કાલે સાંજે વાતાવરણમાં પલટો આવતા અડધા થી પોણા ઈંચ જેટલો કરા સાથે વરસાદ આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના પાકો પર પાણી ફરી વળ્યું હતું.  રાજ્યમાં હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગોંડલ શહેર પંથકમાં રવિવાર સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલà
કુદરત રૂઠે ત્યાં કોને કરવી ફરિયાદ…આ શબ્દો ગોંડલ (Gondal) તાલુકાના પાંચિયાવદર ગામના ખેડૂતોના છે જ્યાં ગઈ કાલે સાંજે વાતાવરણમાં પલટો આવતા અડધા થી પોણા ઈંચ જેટલો કરા સાથે વરસાદ આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના પાકો પર પાણી ફરી વળ્યું હતું.  
રાજ્યમાં હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગોંડલ શહેર પંથકમાં રવિવાર સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તાલુકાના બીલીયાળા, રીબડા, અનિડા, ભુણાવા,પાંચિયાવાદર, પેટ ખીલોરી સહિતના ગામમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. પાંચિયાવાદર અને ડૈયા ગામ માં બરફના કરાનો વરસાદ પડ્યો હતો. 
રવિ પાકો ધાણા, ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગરી સહિતના પાકોમાં નુકશાન 
 પાંચિયાવદરના  ઉપ સરપંચ,  દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.  ચણા, ઘઉં, ધાણા, લસન, ડુંગળી, જીરૂ, સહિતના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગોંડલ અને કોટડા સાંગાણી પંથકના ખેડૂતને મોટું નુકસાનની ભીતિ જોવા મળી હતી. પાંચિયાવદર માં 2500 થી 3000 વીઘામાં ખેડૂતના પાકોમાં વરસાદી માવઠાથી લાખોનું નુકશાનની ભીતિ જોવાઇ રહી છે.


 ખેડૂતના પાક વળતર અને ટેકાના ભાવે ખરીદીની માંગ 
ખેડૂત પ્રવીણભાઈ જીયાણીએ જણાવ્યું કે ગોંડલ પંથકના ખેડૂતોના વિવિધ પાકો પર બરફના કરાનો વરસાદ વરસતા ખેડુ ની મહા મહેનતે તૈયાર કરાયેલ પાકો જેવાકે ધાણા, ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગરી સહિતના પાકોમાં ભેજ તેમજ નુકશાનીની ભીતિ જોવા મળી હતી જેથી ખેડૂતને સરકાર પાક વળતર અને ટેકાના ભાવે ખરીદી કરે.

ગોંડલ યાર્ડમાં જણસી આવકો બંધ કરવામાં આવી.
ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે હવામાન વિભાગની આગાહીના પગલે ગોંડલ માર્કેટયાર્ડમાં  મરચા, ધાણા સહીતના પાકોની આવક બંધ કરવામાં આવી છે. વરસાદી વાતાવરણ હોવાથી બીજી આવક માટેની જાહેરાત ન થાય ત્યાં સુધી હાલ આવક બંધ કરવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter