+

રાજકોટ જિલ્લાના બાળકોને સુપોષિત કરતાં ૮૮૨ મધ્યાહન ભોજન કેન્દ્રો

સરકારી પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ના બાળકોનું પોષણ સ્તર વધારવા, શિક્ષણનો વ્યાપ વધારવા, સમાજની એકરૂપતા જાળવવા તેમજ બાળકોમાં સ્વચ્છતાના ગુણ કેળવવા શાળાઓમાં ભણતા બાળકોને ગરમ મધ્યાહન ભોજન આપવાની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા ૧૯૮૪થી અને કેન્દ્ર સરકાર દ્વારા ૧૫ ઓગષ્ટ ૧૯૯૫થી કરવામાં આવી હતી. આ યોજના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી અમલમાં છે. ભારત સરકà
સરકારી પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ના બાળકોનું પોષણ સ્તર વધારવા, શિક્ષણનો વ્યાપ વધારવા, સમાજની એકરૂપતા જાળવવા તેમજ બાળકોમાં સ્વચ્છતાના ગુણ કેળવવા શાળાઓમાં ભણતા બાળકોને ગરમ મધ્યાહન ભોજન આપવાની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા ૧૯૮૪થી અને કેન્દ્ર સરકાર દ્વારા ૧૫ ઓગષ્ટ ૧૯૯૫થી કરવામાં આવી હતી. આ યોજના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી અમલમાં છે. ભારત સરકારની કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (CCEA) એ તા.૨૯/૦૯/૨૦૨૧ની બેઠકમાં મધ્યાહન ભોજન યોજનાનું “પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ” (PM POSHAN) યોજના તરીકે નવું નામાભિધાન કરવામાં આવ્યું છે.
૮૮૨ શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રો
રાજકોટ જિલ્લા ડેપ્યુટી કલેકટરશ્રી સુરજ સુથારે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કુલ સંખ્યા ૮૮૩ શાળાઓ આવેલી છે. જેમાં જેતપુર તાલુકામાં નવી સાંકળી અને જૂની સાંકળી વચ્ચે એક કેન્દ્ર સહીત કૂલ ૮૮૨ શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રો આવેલા છે. નવેમ્બર-૨૦૨૨ સુધીમાં ધો.૧ થી ૫ માં ૮૪૩૯૭, ધો.૬ થી ૮ માં ૪૭૭૫૦ સહીત કુલ ૧,૩૨,૧૪૭ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેમાંથી ૧,૦૬,૮૬૪ વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન યોજનાનો લાભ લઈ રહ્યા છે. રાજકોટ  તમામ તાલુકાઓમાં ઘઉં, ચોખા, કપાસિયા તેલ, ચણા તેમજ તુવેરદાળનો જથ્થો ગોડાઉનથી એમ.ડી.એમ. કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવે છે. આ યોજનાના અસરકારક અમલીકરણ સાથે સમગ્ર રાજ્યમાં એકસુત્રતા જળવાય તે હેતુસર એક સમાન અઠવાડિક મેનુ નક્કી કરવામાં આવ્યું છે. આ મેનુમાં આરોગ્યપ્રદ આહારમાં પ્રથમ ભોજનમાં વેજીટેબલ ખીચડી, થેપલા-સુકીભાજી, વેજીટેબલ પુલાવ, દાળ-ઢોકળી, દાળ-ભાત જયારે નાસ્તામાં સુખડી, ચણાચાટ, મિક્સ દાળ, કઠોળ, ઉસળ, મુઠીયા સહિત ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં આવે છે.
ગરીબી નિવારણ અંગેના રાજ્યના પ્રયત્નોને પુરક બળ 
આ યોજનાના પરિણામે વિકાસશીલ વયજૂથના બાળકોનું પોષણ ધોરણ સારા એવા પ્રમાણમાં ઉંચુ આવશે તથા આરોગ્ય પાછળના ખર્ચમાં ઘટાડો થશે. પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને મધ્યાહન ભોજન આપવાથી એ માનવ વિકાસ સૂચક આંકને ઉંચો લઈ જવા તથા ગરીબી નિવારણ અંગેના રાજ્યના પ્રયત્નોને પુરક બળ મળશે. અધવચ્ચે શાળા છોડી જનારને રોકવા અને સામાન્ય હાજરીમાં સુધારો કરવા ઉપરાંત મધ્યાહન ભોજન દ્વારા વધારે વિદ્યાર્થીઓને ખાસ કરીને સમાજના ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને શાળા તરફ આકર્ષિત કરે છે. આ યોજના દરેક ગામમાં પુરક રોજગારીની તકો પૂરી પાડી સામાજિક અને રાષ્ટ્રીય ઐકય સાધવાનું એક પગલું બની ગઈ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter