+

Rajkot : સેફ્ટી ચકાસણી વિના કેમ ધમધમે છે આવા જીવલેણ Game Zone?

શનિવાર ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો. રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ ફાટી (Rajkot Fire) નીકળી હતી, જેમાં 30 થી વધુ લોકોના મોત થયા હતા. મૃતકોમાં 10 થી વધુ બાળકોનો સમાવેશ…

શનિવાર ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો. રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ ફાટી (Rajkot Fire) નીકળી હતી, જેમાં 30 થી વધુ લોકોના મોત થયા હતા. મૃતકોમાં 10 થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. PM મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહે આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે તે ક્ષણ ખૂબ જ ડરામણી હતી. આગ (Rajkot Fire) ચારે તરફ પ્રસરી રહી હતી અને લોકોની ચીસો સંભળાતી હતી.

રાજકોટ (Rajkot) ગેમઝોન (Game Zone) આગ અંગે અત્યારે અનેક ખુલાસાઓ સામે આવી છે. આ મામલે અત્યારે મોટી વિગતો સામે આવી છે. અત્યારે એવી વિગતો સામે આવી છે કે, ગેમઝોન (Game Zone)માં આશરે 2 હજાર લિટરનો જથ્થો રાખવામાં આવેલો હતો. એટલું જ નહીં પરંતુ જ્યા પેટ્રોલનો જથ્થો રાખવામાં આવેલો હતો ત્યા જ વેલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું હતું. નોંધનીય છે કે, રાજકોટ (Rajkot)ના ગેમઝોન (Game Zone)માં અગ્નિકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે. ગેમઝોન (Game Zone)માં 2 હજારથી વધુ લીટર પેટ્રોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેથી તેના કારણે આગ લાગી હોય તેવુ અનુમાન લાગાવામાં આવી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે આ ઘટના મામલે ચાર લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો : Samandar : ગુજરાતી ફિલ્મ ‘સમંદર’ રિલીઝ, પહેલા જ દિવસે દર્શકોની ભારે ભીડ, જાણો શું કહ્યું ?

Whatsapp share
facebook twitter