+

Rajkot : ઈન્દોરમાંથી ઝડપાયેલ રૂ.1.28 કરોડ રોકડા અને 22 કિલો ચાંદીના કેસના તાર હવે રાજકોટ પહોંચ્યા

ઈન્દોરમાંથી (Indore) 1.28 કરોડ રોકડા અને 22 કિલો ચાંદી ઝડપાવાના તાર હવે રાજકોટ (Rajkot) સુધી પહોંચ્યા છે. રાજકોટના એક શખ્સે હવાલા મારફતે ખાનગી બસમાં પાર્સલની આડમાં રોકડ અને ચાંદી મગાવ્યા…

ઈન્દોરમાંથી (Indore) 1.28 કરોડ રોકડા અને 22 કિલો ચાંદી ઝડપાવાના તાર હવે રાજકોટ (Rajkot) સુધી પહોંચ્યા છે. રાજકોટના એક શખ્સે હવાલા મારફતે ખાનગી બસમાં પાર્સલની આડમાં રોકડ અને ચાંદી મગાવ્યા હોવાનું સામે આવતા ગુજરાત પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટનો શખ્સ ગ્રીનલેન્ડ ચોકડી (Greenland Chowkdi) પાસે પાર્સલ લેવા આવવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ઇન્દોરમાં (Indore) એક ખાનગી બસમાં પાર્સલની આડમાં 1.28 કરોડ રોકડા અને 22 કિલો ચાંદીની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી રોકડ અને ચાંદી કબજે કરી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા અગાઉ પાર્સલ મોકલનારા વિષ્ણુ નામના શખ્સની ધરપકડ કરી હતી. જો કે, હવે આ કેસના તાર હવે રાજકોટ (Rajkot) સુધી પહોંચ્યા છે. ગુજરાત પોલીસે (Gujarat Police) આ કેસમાં તપાસ કરતા રાજકોટના ભીખાજી નામના એક શખ્સે ખાનગી બસમાં પાર્સલની આડમાં રોકડ રકમ અને ચાંદી મગાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તપાસ મુજબ, ભીખાજી પાર્સલ લેવા માટે ગ્રીનલેન્ડ ચોકડી (Greenland Chowkdi) પાસે આવવાનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

મોટા માથાંઓના નામ પણ સામે આવે તેવી વકી

આ મામલે ગુજરાત પોલીસે ભીખાજીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ, ભીખાજીએ હવાલા મારફતે આ પાર્સલ મંગાવ્યું હતું. આ કેસમાં મોટા માથાંઓના નામ સામે આવે તેવી પણ વકી છે. જો કે, હાલ પોલીસે વિષ્ણુની વધુ પૂછપરછ હાથ ધરીને ભીખાજીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 

આ પણ વાંચો – Banaskantha : ખાનગી હોટેલમાં ખુલ્લેઆમ ફાયરિંગ, ભાગવા જતા આરોપીઓની કાર પલટી, 3 ઝડપાયા

આ પણ વાંચો – VADODARA : દંપતિની મોર્નિંગ વોક તસ્કરોને ફળી

આ પણ વાંચો – VADODARA : GOOGLE સર્ચ કરી હાથફેરો કરતા રીઢા ચોર સુધી પહોંચી ક્રાઇમ બ્રાન્ચ

Whatsapp share
facebook twitter