Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot Seat : રૂપાલાની ટિકિટ રદ થવાના સંકેત વચ્ચે કોંગ્રેસના મોટા નેતા થઇ શકે છે સક્રિય, વાંચો

07:47 PM Apr 03, 2024 | Hardik Shah

Rajkot Seat : લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પૂર્વે ભાજપની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આજે પરશોત્તમ રૂપાલા વિવાદ (Parshottam Rupala controversy) ને શાંત કરવા ભાજપ અને ક્ષત્રિય સમાજ (BJP and Kshatriya Samaj) વચ્ચે બેઠક મળી હતી જે નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાને માફ (forgive Parshottam Rupala) કરવા બિલકુલ પણ તૈયાર નથી. આ વચ્ચે ગુજરાતના રાજકારણ (Gujarat politics) ના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવાના સંકેત વચ્ચે પરેશ ધાનાણી (Paresh Dhanani) રાજકોટ (Rajkot Seat) માંથી ચૂંટણી લડી શકે છે.

પરેશ ધાનાણી રાજકોટ ચૂંટણી લડવા થયા તૈયાર : સૂત્રો

છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી રહી છે. ક્ષત્રિય સમાજ હવે કોઇ પણ સંજોગમાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાથી ઓછુ ઇચ્છી રહી નથી. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, આ બેઠક પરથી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી શકે છે. સૂત્રોની માનીએ તો ક્ષત્રિય સમાજ માટે પરેશ ધાનાણી મેદાને ઉતરવા તૈયાર છે. જો રૂપાલા જ રાજકોટથી ચૂંટણી લડે તો પરેશ ધાનાણી પણ લડી શકે છે આવી ચર્ચાએ જોર પકડ્યું છે. જણાવી દઇએ કે, છેલ્લા ઘણા દિવસોથી પરેશ ધાનાણી ટ્વીટ કરીને ભાજપ પર કટાક્ષ કરી રહ્યા છે. આજે પણ તેમણે પરશોત્તમ રૂપાલાનું નામ લીધા વગર જ કટાક્ષ કરતી વધુ એક કવિતા સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, “”અહંકાર, હમેંશા હારે છે.”” રોટી, બેટી, રાજ અને ધર્મના રક્ષકોને કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક “માતૃ શક્તિ”ને વંદન.., દેશની દિકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ “જૌહર” ની જરૂર નહી પડે.., “જવતલીયા” હજુ તો જીવે છે..! #સ્વાભિમાન_યુધ્ધની_શરુઆત.

  • ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર
  • પરેશ ધાનાણી રાજકોટ ચૂંટણી લડવા થયા તૈયાર: સૂત્રો
  • રૂપાલાની ટિકિટ રદ થવાના સંકેત વચ્ચે મોટા સમાચાર
  • રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ધાનાણી ઝંપલાવી શકે
  • રૂપાલાના વિરોધ વચ્ચે રાજકોટથી લડી શકે છે પરેશ ધાનાણી
  • ક્ષત્રિય સમાજ ખાતર પરેશ ધાનાણી મેદાને ઉતરવા તૈયારઃ સૂત્ર
  • રૂપાલા જ રાજકોટથી લડે તો પરેશ ધાનાણી પણ લડી શકે
  • જવતલિયા હજુ જીવે છેઃ પરેશ ધાનાણીની X પર સૂચક પોસ્ટ
  • જોહર કરવાની કોઈ જરૂર નથીઃ પરેશ ધાનાણીની X પર સૂચક પોસ્ટ

ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજની બેઠકમાં શું થયું ?

પરશોત્તમ રુપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ સર્જાયેલા વિવાદના નિરાકરણ અને સમાધાન માટે ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) ની સંકલન સમિતિના આગેવાનો વચ્ચે આ બેઠક યોજાઇ હતી પણ બેઠકમાં ક્ષત્રિય સમાજ રુપાલાની ટિકિટ રદ કરવાની પોતાની માગ પર અડગ રહ્યો હતો. ક્ષત્રિય સમાજ સાથેની બેઠકમાં કોઇ સમાધાન થયું ન હતું. સમાધાનની ભાજપની ફોર્મ્યુલા ક્ષત્રિયોએ ફગાવી દીધી હતી. કોર કમિટિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ બેઠક બાદ કહ્યું કે, લોકશાહીમાં સંવાદ જરુરી છે અને આજે સમાજના સાત આગેવાનોને મળવા આવ્યા હતા. સંકલન સમિતિનીને મળવા માગતા હતા. અમે તમામ સંગઠન વતી રજૂઆત કરી જે વાત સરકાર અને પક્ષ લઈને આવ્યો તેને અમે સાંભળ્યા છે. અમે સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આ સિવાય અમારું કોઈ સ્ટેન્ડ નથી.

શું છે સમગ્ર વિવાદ ?

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પહેલા રૂપાલાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ઘણા ક્ષત્રિય શાસકોએ અંગ્રેજોને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ મહારાજાઓએ તેમની સાથે રોટી-બેટીનો સંબંધ જાળવી રાખ્યો હતો. આ નિવેદનથી સમુદાયના સભ્યો રોષે ભરાયા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા કહ્યું હતું, જો તેઓ આમ નહીં કરે તો ભાજપ હાર માટે તૈયાર રહે. જોકે, રૂપાલાએ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી માટે પહેલા જ માફી માંગી છે પરંતુ સમુદાયની સંકલન સમિતિએ તેનો સ્વીકાર કર્યો ન હતો અને કહ્યું હતું કે તે લોકસભાની ચૂંટણી પછી આ જ ભાષા બોલી શકે છે. તો બીજી તરફ શાંત સ્વભાવની ક્ષત્રિયાણીઓમાં પણ હાલ રોષ ભભુકી ઉઠયો છે. અને આગામી સમયમાં સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરાશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો – Kshatriya Samaj : 8 તારીખ સુધી રુપાલાની ટિકિટ રદ કરો, નહિંતર….!

આ પણ વાંચો – Big Breaking : જેની રાહ જોવાતી હતી તે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક શરુ

આ પણ વાંચો – Rupala Controversy : રાજ્યભરમાં વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાને દિલ્હીથી તેડું