+

Rajkot : ક્ષત્રિય સમાજની યોજાઇ પ્રેસ કોન્ફરન્સ, આગામી કાર્યકમોને લઈને આપી માહિતી

Rajkot: રાજકોટમાં (Rajkot)આજે ક્ષત્રિય સમાજની (Kshatriya Samaj) પ્રેસ પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજને જોડાવા આહ્વાન કરાયુ છે.નારી સન્માને લઈ મતદાનના દિવસમે મોટી સંખ્યામાં લોકો જોડાશે,તો…

Rajkot: રાજકોટમાં (Rajkot)આજે ક્ષત્રિય સમાજની (Kshatriya Samaj) પ્રેસ પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજને જોડાવા આહ્વાન કરાયુ છે.નારી સન્માને લઈ મતદાનના દિવસમે મોટી સંખ્યામાં લોકો જોડાશે,તો 2 મે ના રોજ જામનગરમાં ક્ષત્રિય સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે.7 તારીખ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયુ છે.હાલ તો રથ કાઢવાથી લઈ ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે.બુથ કમિટી બનાવી વિરોધ અને વિરૂદ્ધ મતદાન કરવાનું એલાન કરવામાં આવશે.

 

જાણો આગામી કાર્યક્રમ

આજની આ બેઠકમાં કરણસિંહ ચાવડા,રમજુભા જાડેજા,અશ્વિનસિંહ સરવૈયા, સુરેન્દ્રસિંહ જાડેજા, કિશોરસિંહ ઝાલા સહિતના કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.તો આજથી ક્ષત્રિય આંદોલનનો પાર્ટ 2 શરૂ થયો છે.18 વોર્ડમાં બુથ કમિટી અને કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે,સાથે સાથે દરરોજ રાત્રી સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.હાલ ધર્મરથ દ્વારિકા, સુરેન્દ્રનગર, રાજકોટ વગેરે જિલ્લામાં ફરી રહ્યો છે.

ક્ષત્રિય સમાજની અસ્મિતા અને ગરિમાઓનું આંદોલન

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકોટ (Rajkot) સહિત રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય સમાજની માગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યું છે. એના ભાગરૂપે આજે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી અહીં આવ્યા હતા. તેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

વિવાદ ઠંડો પાડવા ભાજપની કવાયત

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં માહોલ ગરમાયો છે. રૂપાલા અને ભાજપના વિરોધમાં ક્ષત્રિયોએ હવે વિરોધની તલવાર ખેંચી લીધી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી હાલ સૌથી કોઈ વધુ ચર્ચામાં હોય તો એ રાજકોટ લોકસભા બેઠક છે. રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો આક્રોશ હજુ પણ યથાવત્ છે. એક તરફ ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધ માટે કાર્યક્રમોની રૂપરેખા ઘડી રહ્યા છે તો બીજી તરફ ભાજપ પણ પોતાના ક્ષત્રિય નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરીને આ વિવાદને ટાઢો પાડવાના પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ  વાંચો – Kshatriya Andolan : ક્ષત્રિયોને મનાવવા કવાયત! બનાસકાંઠા, સાબરકાંઠા બાદ આ જિલ્લામાં હર્ષ સંઘવીની બેઠક

આ પણ  વાંચો – Ahmedabad : PIZZA ખાતા પહેલા ચેતજો ! ડોમીનોઝના પિઝાના બોક્સમાંથી નીકળી જીવાત

આ પણ  વાંચો – Ahmedabad : વસ્ત્રાપુરમાં એક કોમના બે જૂથ વચ્ચે અથડામણ, એક વૃદ્ધાનું મોત

Whatsapp share
facebook twitter