+

RAJKOT : પડધરીમાં એક જ પરિવારના ત્રણ સદસ્યોનો સામૂહિક આપઘાત

RAJKOT : રાજકોટ (RAJKOT) જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં પડધરીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે…

RAJKOT : રાજકોટ (RAJKOT) જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં પડધરીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

એક પરિવારે સામૂહિક કર્યો

મળતી માહિતી અનુસાર, રાજકોટ પડધરી નજીક એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે. પતિ-પત્ની અને દીકરાએ ઓટોરિક્ષામાં બેસીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ અંગેની જાણ થતાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

ઓટોરિક્ષામાંથી મળી આવ્યા મૃતદેહ

આ દરમિયાન પોલીસને ઓટોરિક્ષામાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. તો મૃતકો પાસેથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ કબજે કરી છે. કાદર મુકાસમ, આશિફ મુકાસમ અને ફરિદા મુકાસમે આર્થિક તંગી અને બીમારીને કારણે આત્મહત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે.

 

છેલ્લા 31 દિવસમાં 3 બનાવ

આ ઘટના 12 દિવસ બાદ એટલે કે 12 જુલાઇ-2023ના રોજ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ અક્ષતા સોસાયટીમાં રહેતા દક્ષા ચૌહાણે 2 પુત્રીની હત્યા કરી નાખી હતી અને બીજા દિવસે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દક્ષાબેનનો બચાવ થયો હતો. બાદમાં 1 ઓગસ્ટ-2023ના રોજ વહેલી સવારે શહેરના પિરામિતાર રોડ પર આવેલ કાછિયા પોળમાં પંચાલ પરિવારે સામૂહિક આપઘાત કર્યો, જેમાં પરિવારમાં માતાપિતા અને યુવાન પુત્રનું મોત થયુ હતું.

 

આ પણ  વાંચો – Patan : શંખેશ્વરમાં ભાભીએ પિરસેલા ભોજનથી દિયરનું મોત, સસરા ગંભીર

આ પણ  વાંચો – VADODARA : ટ્રક ભડકે બળ્યો, સમયસુચકતાને લઇ ચાલક બચ્યો

આ પણ  વાંચો – VADODARA : કલેક્ટર કચેરીએ અસુવિધાનો ભોગ બન્યા અરજદારો

 

Whatsapp share
facebook twitter