Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot : લિવ ઇન પાર્ટનરે જ કરી પ્રેમિકાની હત્યા, આરોપીની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા!

11:51 PM Mar 21, 2024 | Vipul Sen

રાજકોટમાં (Rajkot) રૈયા રોડ પર મનપાના આવાસમાં લિવ ઈનમાં રહેતી 35 વર્ષીય મહિલાની હત્યા કરાઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. મહિલાની હત્યા તેના જ પાર્ટનર સંજય ગોસાઈએ કરી હોવાનું સામે આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી. જો કે, આરોપીની પૂછપરછમાં હત્યા કરવા પાછળનું ચોંકાવનારું કારણ અને ખુલાસા થયા છે. પોલીસ (University Police) તપાસ મુજબ, આરોપી યુવક પોલીસ પુત્ર હોવાનો અને ઘર કંકાસથી કંટાળી પ્રેમિકાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.

છેલ્લા છ મહિનાથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 35 વર્ષીય ઈલા ઉર્ફે કિરણ સોલંકી (Kiran Solanki) નામની મહિલાની હત્યા લિવઇન પાર્ટનર તરીકે રહેતા સંજય ગોસાઈ (Sanjay Gosai) દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે મૃતકની નાની બહેન પૂનમ મકવાણાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University Police Station) ખાતે આરોપી સંજય વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારે સમગ્ર મામલે ગણતરીની જ કલાકોમાં પોલીસ ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે ઘર કંકાસથી કંટાળી મૃતક ઈલા સોલંકીની હત્યા કરી હોવાનું જણાવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંજય પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે.

હત્યા કરી મૃત્તકના પુત્રને મોસાળે મૂકવા ગયો

પશ્ચિમ ACP રાધિકા ભારાયના (ACP Radhika Bharay) જણાવ્યા પ્રમાણે, પૂછપરછમાં આરોપીએ લિવઈન પાર્ટનર ઈલા સોલંકીની હત્યા મંગળવારના રોજ સાંજના સાતથી સાડા આઠ વાગ્યાના અરસામાં કરી હોવાનું જણાવ્યું છે. ઓશીકા દ્વારા શ્વાસ રૂંધાઈ જાય તે પ્રમાણે હત્યા કરી હોવાની કબુલાત પણ કરી છે. તેમ જ હત્યા કર્યા બાદ ઈલા સોલંકીના ટ્યૂશનમાં ગયેલા પુત્રને ટ્યૂશનમાંથી લઈ તેના રૈયાધાર ખાતે રહેતા નાના નાનીને ત્યાં મોસાળે પણ મૂકવા ગયો હોવાનું પોલીસને જણાવ્યું છે.

મૃતક મહિલા હોમ કેર ટેકર તરીકે ફરજ બજાવી હતી

પોલીસની (Rajkot Police) પ્રાથમિક તપાસમાં મૃતક ઈલા સોલંકી હોમ કેર ટેકર તરીકે ફરજ બજાવી પોતાનું તેમ જ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતી હતી. આશરે બેથી અઢી વર્ષ પૂર્વે ઈલા સોલંકીના પતિનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ તેણી અને સંજયની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. છેલ્લા 5-6 મહિનાથી બંને લિવઇન રિલેશનશિપમાં રાજકોટ (Rajkot) શહેરના રૈયા રોડ (Raia Road) પર આવેલા આરએમસી નિર્મિત ક્વાર્ટરમાં રહેતા હતા. આરોપી સંજય એમ્બ્યુલન્સનો ડ્રાઇવર હોવાનું સામે આવ્યું છે.

 

આ પણ વાંચો – રાજકોટમાં એકવાર ફરી રફ્તારનો જોવા મળ્યો કહેર, એક વેપારીનું ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો – HONEY TRAP : મોરબીના કોન્ટ્રાકટરને હની ટ્રેપમાં ફસાવી પાંચ શખ્સોએ 23.50 લાખ પડાવ્યા

આ પણ વાંચો – Surat : આર્થિક મંદીએ એક જ પરિવારના બે રત્ન કલાકાર ભાઈઓનો જીવ લીધો!