+

રાજકોટ : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં પૂર્વ CM વિજય રૂપાણીએ કહ્યું, કોંગ્રેસ હિન્દુ વિરોધી પાર્ટી છે તેથી તે…

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં છે. જેમાં સુરત, અમદવાદ બાદ રાજકોટમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાયો છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહેલા દિવ્ય દરબારમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે.…

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં છે. જેમાં સુરત, અમદવાદ બાદ રાજકોટમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાયો છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહેલા દિવ્ય દરબારમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. આ સિવાય નેતાઓનો પણ જમાવડો જોવા મળ્યો.

હાલ રેસકોર્સ મેદાન માનવમેદનીથી ઊભરાયું છે. મહિલાઓ બાબાની ભક્તિમાં લીન હોય એમ ભજન-કીર્તન કરી રહી છે તેમજ ડીજે પર મહાદેવનાં ભજનો પર મહિલાઓ ઝૂમી ઊઠી છે.

તમને જણાવી દઈએ કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર બાબા સંભાળવા પહોંચ્યા હતા. ત્યાં પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ હિન્દુ વિરોધી પાર્ટી છે તેથી તે સનાતન ધર્મ નો વિરોધ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, હિન્દુ ધર્મની એકતા માટે દિવ્ય દરબાર મહત્વનો બની રહેશે. રાજકોટ એક સાંસ્કૃતિક ધરોહરનું શહેર છે. સનાતન ધર્મની વાત લોકોને ગમે છે.

આ પહેલા પણ બાબાના દરબારમાં ભાજપ નેતાઓ અને લોક્ગયાક્કો પહોંચ્યા હતા અને ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. લોકગાયક કિર્તીદાન ગઢવી બાદ હવે રાજભા ગઢવી પણ બાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જામનગરના ઉદ્યોગપતિ મેરામણ પરમારે અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ બાબાના દર્શન કર્યા હતા.

આ પણ વાંચો : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન, ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા…

Whatsapp share
facebook twitter