Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot Game Zone Tragedy : CM ભુપેન્દ્ર પટેલે કર્યું SIT નું ગઠન, સહાયની જાહેરત પણ કરી…

11:54 PM May 25, 2024 | Dhruv Parmar

રાજકોટ (Rajkot)માં ગેમઝોનમાં વિકરાળ આગ (Game Zone Tragedy) લાગવાની ઘટના ઘટી છે. આગના લીધે ગેમઝોનમાં માસૂમ બાળકો ફસાયા હતા. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ (Game Zone Tragedy) લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં 25 લોકોના મોત થયા છે. રાજકોટ (Rajkot)માં આગની દુર્ઘટના (Game Zone Tragedy) હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં CM ભુપેન્દ્ર પટેલે પોતાની સંવેદનના વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે, જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજકોટ (Rajkot) ગેમઝોન આગ દુર્ઘટના (Game Zone Tragedy)માં સરકારે કરી SIT ની રચના કરી છે.

પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય…

મુખ્યમંત્રીએ ટ્વીટ કરી વધુમાં કહ્યું છે કે, રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.

વધુ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરો…

આજરોજ ગેમઝોન ફાયર દુર્ઘટના સંદર્ભે પુછપરછ માટે સિવિલ હોસ્પિટલ આવતા લોકોને કોઈ પણ માહિતીની જરૂર હોઈ તો નીચે મુજબ પોલીસ અધિકારીઓને સંપર્ક કરવા વિનંતી છે.

કોન્ટેક્ટ નંબર

+917698983267 (ઝણકટ, PI)
+919978913796 (વીજી પટેલ, SP)

સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ SITની રચના…

આઈપીએસ સુભાષ ત્રિવેદી અને અમદાવાદના ફાયર ઓફિસર તથા અન્ય બે અધિકારીઓનો એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે. આ તમામ અધિકારીઓ રાજકોટની મુલાકાતે જશે.

તમામ 8 MC નીચે મુજબના અધિકારીઓની કમિટી બનાવવાના નિર્દેશ આપ્યા છે…

  • ફાયર ઓફિસર
  • કોર્પોરેશનના સિવિલ અને મિકેનિકલ વિભાગના એન્જિનિયરો
  • વીજળી વિતરણ કંપનીના અધિકારી
  • મહેસૂલ અધિકારી
  • શહેર પોલીસ અધિકારી

ટીમે આવતીકાલે તમારા શહેરમાં ગેમિંગ ઝોનની તપાસ કરવી જરૂરી છે…

  • પોલીસ અને મહેસૂલ સત્તાવાળાઓ એ નક્કી કરવા માટે કે જરૂરી પરવાનગી/લાયસન્સ લેવામાં આવ્યું છે કે નહીં? (જો ના હોય તો તરત જ બંધ કરી દેવાનું છે)
  • ⁠મહત્તમ કબજો વ્યાખ્યાયિત કરેલ છે કે નહી (જો ન હોય તો તરત જ મહત્તમ કબજો નક્કી કરો અને તે પ્રવેશદ્વાર પર સ્પષ્ટપણે પ્રદર્શિત થવો જોઈએ)
  • ફાયર અને સિવિલ સાથે મળીને એસ્કેપ રૂટ/એક્ઝિટ ગેટ નક્કી કરવા અને એ પણ કે શું ફાયર સેફ્ટી માટે પૂરતી જોગવાઈઓ કરવામાં આવી છે કે નહીં
  • વિદ્યુત વિતરણ કંપનીના અધિકારી વીજ લોડ અને વિદ્યુત કેબલ અને સ્થાપનોની અખંડિતતા નક્કી કરવા અને જો જરૂરી હોય તો ઉપચારાત્મક પગલાં લેવા
  • સામાન્ય રીતે યાંત્રિક સ્થાપનોની મજબૂતાઈ અને ફિટનેસની તપાસ કરવા માટે કોર્પોરેશનના મિકેનિકલ એન્જીનિયર (જો જિલ્લા રાજ્ય આર એન્ડ બી મિકેનિકલ એન્જિનિયરોનો ટેકો મેળવવાની જરૂર હોય તો)
  • આ સમગ્ર કવાયત મ્યુનિસિપલ કમિશનરની નજીકની દેખરેખ હેઠળ કરવામાં આવશે અને સોમવાર (27 મે 2024) સવારે 11 વાગ્યા સુધીમાં રિપોર્ટ મોકલવામાં આવશે.

સળગતા સવાલ…

  • રાજકોટમાં લાગેલી આગ માટે જવાબદાર કોણ?
  • શું ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા ?
  • ફાયર સેફ્ટિના સાધનો છે તો આગ કેવી રીતે લાગી?
  • ગેમિંગ ઝોનમાં થયેલી ઘટનાની જવાબદારી કોણ લેશે?
  • થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ સાથે ચેડાં કેમ?

શહેરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ…

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ અને કુલિંગ ઓપરેશન હાથ ધર્યા બાદ મૃત્યુઆંકની સચોટ માહિતી મળી શકશે. તેમણે કહ્યું કે અમે આગના કારણની પણ તપાસ કરીશું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

CM ભૂપેન્દ્ર પટેલે રાહત કાર્યના આદેશ આપ્યા છે…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રાજકોટ (Rajkot)માં ગેમ ઝોનમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય માટે સૂચનાઓ આપવામાં આવી છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkot દુર્ઘટના બાદ સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના તમામ Game Zone બંધ કરવા આદેશ…

આ પણ વાંચો : Rajkot Game Zone Tragedy : ગેમઝોનના સંચાલકની અટકાયત

આ પણ વાંચો : Rajkot Game Zone Tragedy: રાજકોટમાં ભડકે બળ્યા 25 બાળકો, રસ્તા પર પરિવારજનોનું હૈયાફાટ રૂદન