+

RAJKOT : ભાદર 2 ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા, હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના

RAJKOT :  RAJKOT જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર-૨ ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી પાણીનું રુલ લેવલ જાળવવા ડેમના ૪ દરવાજા ૦.૬૬ મીટર ખોલવામાં આવ્યા છે. આ ડેમ ખોલવાના કારણે…

RAJKOT :  RAJKOT જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર-૨ ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી પાણીનું રુલ લેવલ જાળવવા ડેમના ૪ દરવાજા ૦.૬૬ મીટર ખોલવામાં આવ્યા છે. આ ડેમ ખોલવાના કારણે ડેમના હેઠવાસ વિસ્તારમાં આવેલા ભોળા, ભલગામડા, છાડવાવદર, સુપેડી, ડૂમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, હાડફોડી, ઈસરા, કુંડેચ, લાઠી મજેઠી, લાઠી, નીલાખા અને તલંગાણા ગામોના નીલાખા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલ મિલકત તથા ઢોર-ઢાંખરને ન લઈ જવા તથા સાવચેત રહેવા રાજકોટ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

ન્યારી-૨ ડેમનો ૧ દરવાજો ખોલાયો : હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના

RAJKOT જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી – ૨ ડેમમાં ૧૦૦ % પાણી ભરાયેલ હોવાથી ડેમનો એક દરવાજો ૦.૦૭૬ મીટરે ખોલવામાં આવ્યો છે. આથી નદીના ઘટમાં આવેલા પડધરી તાલુકાના ગોવિંદપર, રામપર, તરઘડી, વણપરી અને ખામટા ગામોના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા જાહેરાત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં મેઘરાજા GUJARAT માં મન મૂકીને વરસ્યા છે. GUJARAT રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સુરતની ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યાં વરસાદ અનરાધાર વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં 11 અને પલસાણામાં 10 ઇંચ વરસાદ ખાબકયો છે.નવસારીના ખેરગામમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે.જૂનાગઢના વિસાવદરમાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે સુરતના કામરેજ, બારડોલીમાં સવા 8 ઇંચ વરસાદ વરસ્યો છે. વધુમાં આગળ દ્વારકાની વાત કરવામાં આવે તો ત્યાં પણ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે.દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.ડાંગના વધઈમાં પણ સાડા 7 ઇંચ વરસાદ વરસ્યો હતો.તાપીના વ્યારા અને નવસારીના વાંસદામાં પણ 7 ઇંચ વરસાદ નોંધાયો હતો.જામનગરના જોડિયા,કચ્છના માંડવીમાં પણ 6 ઇંચ વરસાદ આવ્યો હતો.

આ પણ વાંચો : Rain 2024 : આગામી 3 કલાક થઇ શકે દે..ધનાધન..! ચેતજો…

Whatsapp share
facebook twitter