Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચીનમાં ફેલાય રહેલ બીમારી સામે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ

03:57 PM Dec 21, 2023 | Maitri makwana

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ

ચીનમાં બાળકોમાં જોવા મળેલી રહસ્યમય બીમારીને લઈને સંભવિત અસરો સામે ગુજરાત રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં છે. ત્યારે સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ વ્યવસ્થાની ચકાસણી માટે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા તાલુકાની સરકારી હોસ્પિટલ તથા પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં બેડ, ઑક્સિજન પ્લાન્ટ સહિતના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી.

ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ૪૦ ઑક્સિજન બેડ, ૨૫૦ એલ.પી.એમ. ક્ષમતાનો એક PSA ઓક્સિજન પ્લાન્ટ, ૫૦૦ એલ.પી.એમ.ક્ષમતાનો એક PSA ઓક્સિજન પ્લાન્ટ, એક પીડયાટ્રીકસ વેન્ટિલેટર, ૧૦ એડલ્ટ વેન્ટિલેટર, ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર , ૪૦ જમ્બો ઓક્સિજન સિલિન્ડર અને ૩૭ નાના ઓક્સિજન સિલિન્ડર સહીત જરૂરી દવાઓની ઉપલબ્ધતા અંગે હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો. રમેશ એચ. ભાલાળાએ જણાવ્યું હતું.

ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે એક PSA ઓક્સિજન પ્લાન્ટ, એક વેન્ટિલેટર, નવ ઓક્સિજન કોન્સન્ટ્રેટર , ૧૦ જમ્બો ઓક્સિજન સિલિન્ડર અને ૨૦ નાના ઓક્સિજન સિલિન્ડર, સાત મલ્ટીપેરા મોનીટર, આઠ ઓક્સિમીટર, ૧૧૧ ઓક્સિજન આઉટલેટ સહીત જરૂરી દવાઓની ઉપલબ્ધતા અંગે હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.જયેશ વેસેટીયનએ જણાવ્યું હતું.

ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ૮૧ બેડની વ્યવસ્થા છે જેમાં ૨૯ બેડ સાથે ઓક્સિજન લાઇન જોડાયેલી છે. તદુપરાંત એક PSA ઓક્સિજન પ્લાન્ટ, પાંચ વેન્ટિલેટર, ત્રણ ઓક્સિજન કોન્સન્ટ્રેટર , ૨૦ જમ્બો ઓક્સિજન સિલિન્ડર અને ૧૦ નાના ઓક્સિજન સિલિન્ડર સહીત જરૂરી દવાઓની ઉપલબ્ધતા અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ઇન્ચાર્જશ્રી ડો.ખ્યાતિ કેશવાલા ગજેરાએ જણાવ્યું હતું.

આ મોકડ્રીલમાં ચીફ ઓફિસર, શહેર મામલતદાર, ગ્રામ્ય મામલતદાર, આર.એમ.ઓ, નાયબ મામલતદાર સહિત આગેવાને,સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા હોસ્પિટલ સ્ટાફએ ઉપસ્થિત રહી જાગૃતતા કેળવી હતી.

આ પણ વાંચો –  Surat : એમડી ડ્રગ્સ સાથે 3 શખ્સ ઝડપાયા, 2 વોન્ટેડ