Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RAJKOT : કોર્પોરેટર પાસેથી સમિતિનું ચેરમેન પદ છીનવાયુ..વાંચો વિગતવાર

02:42 PM Mar 11, 2024 | PARTH PANDYA

RAJKOT : રાજકોટના વોર્ડ નં. 6 ના કોર્પોરેટર દેવુબેન જાદવ પાસેથી કાયદો અને નિયમન સમિતિનું ચેરમેન પદ છીનવી લેવામાં આવ્યું છે. દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવ સામે ગેરરિતીના ગંભીર આરોપો સામે આવ્યા બાદ RAJKOT  શહેર bjp દ્વારા આ પગલું લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ તેમની સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓને કોર્પોરેશનમાં પ્રવેશ ન કરવા માટેની સુચના પણ આપી દેવામાં આવી છે.

ખોટી રીતે આવાસ ફાળવવામાં આવ્યા હોવા અંગે આંગણી ચિંધાઇ

રાજકોટ (RAJKOT)માં આવાસ યોજનામાં ગેરરિતી આચરવામાં આવી હોવાના સનસનીખેજ આરોપ દેવુબેન જાદવના કાયદો અને નિયમન સમિતિના ચેરમેન પદ પર હોવા દરમિયાન લાગ્યા હતા. આ આરોપોમાં કોર્પોરેટરના પતિ મનસુખ જાદવ દ્વારા ખોટી રીતે આવાસ ફાળવવામાં આવ્યા હોવા અંગે આંગણી ચિંધાઇ હતી. આ સાથે જ તાજેતરમાં દેવુબેનના પતિ મનસુખ જાદવનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો હતો.

કોર્પોરેટર દેવુબેન જાધવનું ચેરમેન તરીકેનું રાજીનામું લેવામાં આવ્યું

વિડીયોમાં મનસુખ જાદવ ફિમેલ હેલ્થ વર્કરની નોકરી માટે અઢી લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરોક્ત બંને મામલા ભાજપના મોવડી મંડળ સુધી પહોંચ્ચો હતો. આખરે વોર્ડ નં. 6 ના કોર્પોરેટર દેવુબેન જાધવનું ચેરમેન તરીકેનું રાજીનામું લેવામાં આવ્યું છે.

તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્પોરેટરને કોર્પોરેશનનમાં પ્રવેશ નહિ

રાજકોટ શહેર ભાજપ મુકેશ દોશી દ્વારા આ રાજીનામું લઇ લેવામાં આવ્યું છે. આ સાથે જ તેમની સામે તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે. અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્પોરેટરને કોર્પોરેશનનમાં પ્રવેશ નહિ કરવાની સુચના પણ આપી દેવામાં આવી છે. હવે તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો — કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કેમ કર્યો ચૂંટણી લડવાનો ઇન્કાર..? વાંચો