Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot સિવિલ હોસ્પિટલે માનવતા નેવે મુકી, દર્દીઓ ઘરેથી પંખા-કુલર લાવવા મજબૂર

02:33 PM May 25, 2024 | VIMAL PRAJAPATI

Rajkot Civil Hospital: ગુજરાતમાં અત્યારે મેડિકલ સેવા ખુબ જ સારી ચાલી રહીં છે તેવું સરકાર જણાવી રહીં છે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો કઇક અલગ હકીકત છતી કરી રહ્યા છે. સામે આવેલા દ્રશ્યોમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ દ્વારા માનવતાના અંતિમ સંસ્કાર થતા જોવા મળ્યો છે. અત્યારે ગુજરાતમાં ભીષણ ગરમી પડી રહીં છે, લોકો પણ પહેલાની સરખાણીએ વધારે બીમાર પડી રહ્યા છે. સ્વાભાવિક છે કે, બીમાર દર્દી સારવાર માટે હોસ્પિટલમાં જતા હોય છે. પરંતુ રાજકોટ સિલિલ હોસ્પિટલે માનવતાને નેવે મુકી દીધી છે.

દર્દીઓ પોતાના કુલર અને પંખા લઈને આવવા માટે મજબૂર

મળતી વિગતો પ્રમાણે રાજકોટ સિવિલમાં દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા જ નથી. સારવાર માટે આવતા દર્દીએ પોતાના ઘરેથી પંખા અને કુલર લઈને આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ સિવિલ અધિક્ષકની ઓફીસ માં ત્રણ ત્રણ AC લાગેલી છે. રાજકોટ સિવિલ તંત્ર ભૂલી ગઈ કે અહીંયા દર્દીઓની સેવા કરવાની હોય છે નહી કે, અધિક્ષકની! રાજકોટમા ભારે તાપમાનને લઈને દર્દીઓ પોતાના કુલર અને પંખા લઈને આવવા માટે મજબૂર બન્યા છે. જ્યારે સિવિલ સુપ્રીટેન્ડેન્ટ સહિતના અધિકારીઓની ચેમ્બરમાં જબરજસ્ત AC ઓ લાગેલી છે.

ઓર્થોપેડિક વિભાગમાં એસી તો ઠીક પંખાની પણ પૂરતા નથી

અહીં અધિકારીઓ સરકારના ખર્ચે લીલાલેર કરી રહ્યા છે. જ્યારે બીજી બાજું દર્દીઓએ પણ ઘરેથી પંખા લાવીને બતાવી દીધું છે. નોંધનીય છે કે, આવી ભીષણ ગરમીથી દર્દીઓ ભારે ત્રાહિમામ થયા છે. જેથી ટ્રોમા સેન્ટરમાં પાંચમાં માળે દર્દીઓ પોતાના ખર્ચે કુલર અને પંખા લાવ્યા છે. નોંધનીય છે કે, ઓર્થોપેડિક વિભાગમાં એસી તો ઠીક પંખાની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થાઓ ન હોવાથી મધ્યમ વર્ગના દર્દીઓ પરેશાન થયા છે.

શું દર્દીઓ હોસ્પિટલમાં હેરાન થવા માટે આવે છે?

શહેરમાં ગરમીનો પારો 46 ડિગ્રીએ પહોંચ્યો છે. જે હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, તેમાં હેરાન થઇ રહ્યા છે. અહીંયા હોસ્પિટલમાં પણ લોકો મરી જાય એવી હાલતમાં સારવાર લઈ રહ્યા છે. નોંધનીય છે કે, રાજકોટ સિવિલમાં દર્દીઓની હાલત કફોડી બની છે, છતાં પર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. દર્દીઓ માટે અલાયદો વોર્ડ તો બનવવામાં આવ્યો આવા માત્ર દાવાઓ જ થાય છે, બાકી વ્યવસ્થાનો તો અભાવ દેખાઈ રહ્યો છે. શું દર્દીઓ હોસ્પિટલમાં હેરાન થવા માટે આવે છે?

આ પણ વાંચો: Rajkot: કાયદાનો સરેઆમ ભંગ! પૈસા લઈને રિક્ષાચાલકો લગાવી રહ્યા છે રેસ

આ પણ વાંચો: Kalol: ફેક્ટરીમાંથી ઝેરી ગેસ છોડવામાં આવતા સ્થાનિકો પરેશાન, 2 ની તબિયત લથડી

આ પણ વાંચો: રાજકોટ-પંચમહાલમાં BJP કાર્યકરોએ Mamata Banerjee ના પૂતળા ફૂંક્યા, જાણો શું છે કારણ ?