Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot : રાજકોટ પોલીસ વિવાદમાં સપડાઈ! અજાણ્યા પોલીસકર્મીએ ઢોર માર મારતા શખ્સનું મોત!

07:18 PM Apr 16, 2024 | Vipul Sen

રાજકોટ (Rajkot) પોલીસ ફરી વિવાદમાં સપડાઈ છે. એક શખ્સનું અજાણ્યા પોલીસકર્મીના મારથી મોત નીપજ્યું હોવાનો આરોપ મૃતકના પરિવારજનોએ લગાવ્યો છે. મૃતકના પત્નીએ આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં (MalviyaNagar police station) ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ બાદ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ, પોલીસ દ્વારા IPC 302 ની કલમનો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાશે.

આરોપ મુજબ, રાજકોટના (Rajkot) માલવિયાનગર પોલિસ સ્ટેશન (MalviyaNagar police station) વિસ્તારમાં પાડોશીની માથાકૂટ મામલે સમાધાન માટે હમીર રાઠોડ નામના વ્યક્તિને પોલીસની ગાડીમાં લઈ જવાયો હતો. જો કે, હમીર રાઠોડને અજાણી પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને પછી પોલીસની ગાડીમાં માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. હમીરને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે વોકહાર્ટ હોસ્પિટલ (Wockhardt Hospital) ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન હમીરનું મોત નીપજ્યું હતું. હમીરના પરિવારજનો દ્વારા ન્યાયની માગ કરવામાં આવી રહી છે.

IPC 302 ની કલમનો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાશે

પ્રાપ્ત અહેવાલ મુજબ, હમીર રાઠોડના (Hamir Rathore) પત્ની ગીતા રાઠોડે આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે IPC ની કલમ 307, 323 હેઠળ ગુનો નોંધાયો છે. સાથે જ પોલીસ દ્વારા IPC 302 ની કલમનો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ પણ રજૂ કરાશે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો – ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો – VADODARA : હાઇ-વેની બાજુના ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

આ પણ વાંચો – SURAT : ડીંડોલી -કડોદરા કેનાલ રોડ ઉપર અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળતા પોલીસ થઈ દોડતી

 

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ