Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં Rajiv Modi એ આપ્યું ચોંકાવનારું નિવેદન

03:05 PM Feb 15, 2024 | Hardik Shah

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને કેડિલા ગ્રુપના CMD Rajiv Modi સામે તાજેતરમાં એક વિદેશી યુવતીએ સેક્સટોર્શન અને દુષ્કર્મનો આરોપ મુક્યો હતો. આરોપ મૂળ બલ્ગેરિયાની યુવતીએ મુક્યો છે. આ કેસમાં કેડિલા ગ્રુપના CMD રાજીવ મોદી આજે પોલીસ સમક્ષ હાજર થયા હતા. ઘણા સમયથી ફરાર કહેવાતા રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન સવારે 8 વાગ્યે પહોંચ્યા હતા જ્યા તેમની અંદાજે 9થી 12.30 વાગ્યા સુધી પૂછપરછ અને નિવેદન પ્રક્રિયા ચાલી હતી.

પોલીસ સમક્ષ હાજર થયા રાજીવ મોદી

મળી રહેલી માહિતી અનુસાર, રાજીવ મોદી (Rajiv Modi) સોલા પોલીસ સ્ટેશનમાં અંદાજે 5 કલાક સુધી હાજર રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ઘાયબ રહેલા રાજીવ મોદી આજે નાટ્યાત્મક રીતે અચાનક જ પોલીસ સમક્ષ હાજર થયા હતા. જ્યા પોલીસે તેમની પૂછપરછ અને નિવેદન નોંધ્યા હતા. પોલીસ સમક્ષ હાજર થયા બાદ રાજીવ મોદીએ અત્યાર સુધી કેમ પોલીસ સમક્ષ હાજર ન રહી શક્યા તેનું કારણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, હું વિદેશની ઓફિસમાં હોવાના કારણે પોલીસ સમક્ષ હાજર રહી શક્યો નહતો. આજે સવારે જ વિદેશથી પરત ફર્યો છું. તેમણે અમેરિકા અને યુરોપના દેશોમાં પોતાની ઓફિસમાં હોવાનું જણાવ્યું હતું. પોતાના પર દાખલ કરવામાં આવેલા કેસ અંગે તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં ફરિયાદી મને ફેસ ટૂ ફેસ એક જ વખત મળી છે. આ કેસ મારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે.

વધુ તપાસ માટે પોલીસ રાજીવ મોદીને ફરી બોલાવી શકે છે

બીજી તરફ સુત્રોની માનીએ તો આ કેસમાં તપાસ ચાલું હોવાના કારણે રાજીવ મોદીની ધરપકડ નહીં થાય તેવું સામે આવી રહ્યું છે. વળી આગળની તપાસ માટે પોલીસને જરૂર લાગશે તો રાજીવ મોદીને એકવાર ફરી બોલાવવામાં આવી શકે છે તેવું પણ સામે આવ્યું છે. પોલીસ સુત્રોની માનીએ તો જો રાજીવ મોદી વિરુદ્ધ પુરાવા નહીં મળે તો સમરી ભરવાની પણ સંભાવનાઓ છે. જણાવી દઇએ કે, કાયદાકીય પ્રક્રિયા મુજબ જ્યારે પુરાવા ન મળે ત્યારે સમરી ભરાતી હોય છે. જો રાજીવ મોદી વિરુદ્ધ કોઇ પુરાવા નહીં મળે તો તેમની મેડિકલ તપાસ પણ નહીં કરવામાં આવે તે વાત પણ સુત્રો તરફથી પાસેથી મળી છે.

બલ્ગેરિયન યુવતી ગુમ થયાનું શું છે રહસ્ય ?

આ કેસમાં સૌથી મોટી વાત એ છે કે, જે બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી વિરુદ્ધ આરોપ મુક્યા છે તે છેલ્લા ઘણા દિવસોથી ગુમ થઇ ગઇ છે. જોકે, હવે તેના ગુમ થયાનું રહસ્ય સામે આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, આ બલ્ગેરિયન યુવતી ડરના માર્યે છુપાઈ ગઇ છે. તેણે એક વીડિયો જાહેર કરી પોતે એક સલામત સ્થળે હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ યુવતીના ગુમ થયા અંગે વકીલે જોઇન્ટ કમિશનરથી લઇને ગ્રામ્ય SP ને આ અંગે સમગ્ર મામલે જાણ કરી હતી. વકીલે કહ્યું હતું કે, ગત 24 જાન્યુઆરી બાદથી યુવતી સાથે કોઇ સંપર્ક થયો નથી. યુવતીએ વકીલ સાથે કરેલી વાતચીતનું ચેટ પણ ઇમેઇલમાં એટેચ કરાયું છે. કેટલાક લોકો તેને મારવાની કોશિશ કરતા હોવાની દહેશત યુવતીએ વકીલ સમક્ષ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો – વસંતપંચમી નિમિત્તે ગોંડલમાં “Vanche Gondal” કાર્યક્રમને મળી ભવ્ય સફળતા

આ પણ વાંચો – Ambaji : આજે અંબાજીની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના તમામ સભ્યો પણ રહેશે હાજર!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ