Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Raj Shekhawat : ગુજરાતમાં ક્ષત્રિયોના અપમાનના નામે કર્યો વિરોધ પણ રાજસ્થાનમાં….!

06:24 PM Apr 13, 2024 | Hardik Shah

ગુજરાતમાં ક્ષત્રિયોના અપમાનના નામે વિરોધ કરતા રાજ શેખાવત (Raj Shekhawat) હવે એક્સપોઝ (Exposed) થઇ ગયા છે. જ્યા તેઓ એક તરફ ક્ષત્રિયો (Kshatriyas) ના અપમાનના નામે વિરોધ કરે છે અને બીજી તરફ અપમાન કરનારની મદદથી જ તેઓ ચૂંટણી (Election) લડે છે તેવા સમાચાર સામે આવ્યા છે. જીહા, મળી રહેલી માહિતી અનુસાર, રાજ શેખાવત (Raj Shekhawat) વામન મેશરામ (Waman Meshram) ના ટેકાથી ચૂંટણી લડવાના છે. સૂત્રોનું માનીએ તો વામન મેશરામે (Waman Meshram) ભૂતકાળમાં રાજા-મહારાજાઓ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી.

ગુજરાતમાં વિરોધ અને રાજસ્થાનમાં સમર્થન

એક તરફ અપમાનના નામે વિરોધ અને બીજી તરફ અપમાન કરનારની જ મદદથી ચૂંટણી લડવાની તૈયારીઓ. જીહા, રાજ શેખાવત (Raj Shekhawat) કે જેઓ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલી ટિપ્પણી પર પ્રદર્શન કરવાની તૈયારીઓ સાથે આવ્યા, અને તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. બીજી તરફ જેમના દ્વારા ભૂતકાળમાં રાજા-મહારાજાઓનું અપમાન કરવામાં આવ્યું હતું તેઓ તેમની જ મદદથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેઓ વામન મેશરામ (Waman Meshram) ના ટેકાથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે. સૂત્રોની માનીએ તો વામન મેશરામ રાજા-મહારાજા વિરુદ્ધ ટિપ્પણી કરી ચુક્યા છે. તેટલું જ નહીં વામન મેશરામ હિન્દુત્વ વિરુદ્ધ સતત પ્રચાર કરતા આવ્યા છે. આ બધુ જ હોવા છતા રાજ શેખાવત (Raj Shekhawat) વામન મેશરામના ટેકાથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ ટેકો લેતા તેમના બેવડા ધોરણ ઉઘાડા પડ્યા છે. મળતી માહિતી અનુસાર, રાજ શેખાવત રાજસ્થાનની ઝુંઝુનુ લોકસભા બેઠકથી ચૂંટણી લડવાના છે.

  • ગુજરાત ફર્સ્ટ પર રાજ શેખાવત અંગે મોટો ખુલાસો
  • ક્ષાત્રવટની વાત કરનાર રાજ શેખાવત એક્સપોઝ!
  • રાજ શેખાવતના બેવડાં ધોરણ સામે હવે છૂપો રોષ
  • એક તરફ ક્ષત્રિયોના અપમાનના નામે વિરોધ કરે છે
  • બીજી તરફ અપમાન કરનારની મદદથી ચૂંટણી લડે છે
  • ગુજરાતમાં વિરોધ અને રાજસ્થાનમાં સમર્થન લઈ રહ્યાં છે
  • વામન મેશરામના ટેકાથી ચૂંટણી લડતાં શેખાવત સામે રોષ
  • મેશ્રામે પણ રાજા-મહારાજાઓ વિરૂદ્ધ કરી હતી ટિપ્પણી
  • રાજસ્થાનની ઝૂંઝુનુ લોકસભા બેઠકથી ચૂંટણી લડે છે
  • વામન મેશરામનો ટેકો લેતા બેવડા ધોરણ ઉઘાડા પડ્યાં
  • બહુજન મુક્તિ પાર્ટીના સહયોગથી ચૂંટણી મેદાને રાજ
  • બામસેફના વામન હિન્દુત્વ વિરૂદ્ધ સતત કરે છે પ્રચાર
  • શું પોતાની રાજનીતિ ચમકાવવા રાજે ઉછાળ્યો મુદ્દો?

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય મંત્રી અને રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની એક ટિપ્પણીને લઇને ગુજરાતભરમાં રાજપૂત સમાજ દ્વારા ખૂબ જ વિરોધ થઇ રહ્યો છે. રૂપાલા દ્વારા આ ટિપ્પણી બાદ વારંવાર માફી માંગવામાં આવી પણ તેમ છતા વિરોધ આજે પણ યથાવત છે. તેમની ટિકિટ રદ કરવાની માંગણી સતત કરવામાં આવી રહી છે. આ સમગ્ર વિવાદમાં અચાનક જ ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ચર્ચામાં આવ્યા હતા. તેમણે ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમનો ઘેરાવ કરવા માટેની ઘોષણા કરી હતી. ફેસબુક પરની એક પોસ્ટમાં તેમણે આ ઘોષણા કરીને 9 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે તમામ ક્ષત્રિયો અને સમર્થકોએ કેસરિયા ઝંડા અને દંડા લઈને કમલમ્ ખાતે પહોંચવા માટે જણાવ્યું હતું. 9 એપ્રિલે તેઓ કમલમ્ પર પહોંચીને પ્રદર્શન કરવા માટે અમદાવાદ પહોંચ્યા હતા, પરંતુ રાજ્યની પોલીસે એરપોર્ટ પરથી જ તેમની અટકાયત કરી લીધી હતી.

આ પણ વાંચો – કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની પોલીસે કરી અટકાયત

આ પણ વાંચો – Gandhinagar : પરશોત્તમ રુપાલા સામે વિરોધ ખાળવા BJP ની બેઠક, રાજ શેખાવતે આપી આ ચીમકી!